વડગામ તાલુકાના નગાણા ગામે કેદાર કોલ્ડ સ્ટોરેજ ખાતે NFSM – Nutricereals યોજના અન્વયે જીલ્લા કક્ષાના કૃષિ મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ ગામોમાંથી ખેડુતો ઉપસ્થિત રહ્યા હતાં.
આ પ્રસંગે પોષક અનાજો બાબતે હાજર ખેડુતોને કૃષિ યુનિવર્સિટીના નિષ્ણાતો દ્વારા તેમજ રાષ્ટ્રિય કિસાન મોરચાના સભ્ય ફલજીભાઇ ચૌધરી, વડગામ તાલુકા સંઘના ચેરમેન કે.પી. ચૌધરી તેમજ વડગામ APMC ના ચેરમેન પરથીભાઇ પટેલ દ્વારા Millets વિશે ખેડુતોને વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
જીલ્લા કક્ષાએથી ઉપસ્થિત જિલ્લા ખેતીવાડી અધિકારી એમ. એમ. પ્રજાપતિ, નાયબ ખેતી નિયામક (વિ.), મયુરભાઈ પટેલ તેમજ નાયબ બાગાયત નિયામક શ્રીમતી અનન્યાબેન જોષી દ્વારા પણ ખેડુતોને યોજનાની ઉંડાણપૂર્વક સમજણ આપવામાં આવી હતી.
કાર્યક્રમમાં વિવિધ વિભાગો, પ્રગતિશીલ ખેડૂતો તેમજ ઓર્ગેનિક કંપની, ggrc, E-kyc તેમજ અટલ ભૂજલ યોજનાનાં અંદાજિત ૧૩ સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું હતું. જે ખેડુતો માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યું હતું.