Banaskantha News : ગુજરાત કાઉન્સીલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (ગુજકોસ્ટ), ગાંધીનગર પ્રેરિત, બનાસ ગ્રામ વિકાસ સમિતિ સંચાલિત જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા રાષ્ટ્રીય ગણિત દિવસની ઉજવણી કરાઈ. સમગ્ર જિલ્લામાંથી રાષ્ટ્રીય ગણિત દિવસની ઉજવણીમાં 1000 થી પણ વઘુ બાળકોએ ભાગ લીધો
ગુજરાત કાઉન્સીલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (ગુજકોસ્ટ), ગાંધીનગર પ્રેરિત, બનાસ ગ્રામ વિકાસ સમિતિ સંચાલિત બનાસકાંઠાના Banaskantha જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા 22 મી ડિસેમ્બરને રાષ્ટ્રીય ગણિત દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
વર્ષ 2012 થી આપણા દેશમાં 22 ડિસેમ્બરના રોજ ગણિતજ્ઞ શ્રીનિવાસ રામાનુજન Mathematician Srinivasa Ramanujanની જન્મ જયંતિ નિમિતે રાષ્ટ્રીય ગણિત દિવસની National Maths Day ઉજવણી કરવામાં આવે છે. જે અંતર્ગત ચાલુ વર્ષે 136 મી જન્મ જયંતિની ઉજવણીનું આયોજન લાખણી Lakhani અને થરાદ Tharad તાલુકામાં કરવામાં આવ્યું હતું.
જેમાં લાખણી તાલુકામાં અદ્વૈત વિદ્યાલય, જસરા ખાતે મુખ્ય મહેમાન તરીકે લાખણી તાલુકાના બી.આર.સી કો-ઓર્ડીનેટર વિનયભાઈ જોશી, અદ્વૈત સંસ્થા સંચાલક મનોજભાઈ દવે, જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર કો-ઓર્ડીનેટર ત્વરા ભરત ઠાકોર, શાળાના આચાર્ય બાબુભાઈ ઉપસ્થિત રહ્યા હતા.
ઉજવણી દરમ્યાન અદ્વૈત વિદ્યાલય ખાતે લાખણી તાલુકાની 16 શાળાઓના 869 જેટલા બાળકોએ આપણા દેશના ગણિશાસ્ત્રી પર નિબંધ સ્પર્ધા, વકૃત્વ સ્પર્ધા, એક પાત્રિય અભિનય, ક્વિઝ, રામાનુજન જીવન ચરિત્ર પર ફિલ્મ શો, વૈદિક ગણિત સાથે ગાણિતિક કોયડાઓ ઉકેલ સાથે રમતગમત જેવાં અનેક કાર્યક્રમો યોજાયા હતા.
જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા થરાદ તાલુકામાં શ્રી ઉત્તરબુનિયાદી અને ઉચ્ચતર માધ્યમિક શાળા, નારોલી ખાતે વેદિક મેથ્સ અને ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 150 બાળકોએ ભાગ લીધો હતો. શાળાના આચાર્ય પંડ્યા સાહેબ, વિજ્ઞાન શિક્ષક સાગર ભાઇ અને વૈદિક ગણિત ના તજજ્ઞ તરિકે યોગેશભાઈ ઠક્કર હાજર રહ્યાં હતાં. સ્પર્ધામાં ભાગ લીધેલ તમામ શાળાઓના વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો અને સ્પર્ધામાં વિજેતા બાળકોને ટ્રોફી આપી સન્માનીત કરવામાં આવ્યા હતા.
ગુજરાત કાઉન્સીલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (ગુજકોસ્ટ), ગાંધીનગર પ્રેરિત, બનાસ ગ્રામ વિકાસ સમિતિ સંચાલિત જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા રાષ્ટ્રીય ગણિત દિવસની ઉજવણી કરાઈ
સમગ્ર જિલ્લામાંથી રાષ્ટ્રીય ગણિત દિવસની ઉજવણીમાં 1000 થી પણ વઘુ બાળકોએ ભાગ લીધો pic.twitter.com/adP0fhWCuR
— Info Banaskantha GoG (@infobanaskantha) December 22, 2023
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અદ્વૈત વિદ્યાલય, જસરા અને શ્રી ઉત્તરબુનીયાદી શાળા, નારોલી પરિવાર વિજ્ઞાન કેન્દ્રએ ભારે જહેમત ઉઠાવી હતી.
ગીફટ સીટી વિસ્તારમાં ” વાઈન એન્ડ ડાઈન” ફેસીલીટી ઉપલબ્ધ