Banaskantha News : સરકાર દ્વારા તા.૧૭ સપ્ટેમ્બરથી સેવા સેતુના ૧૦મા તબક્કાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં સરકારના ૧૩ વિભાગોની વિવિધ ૫૫ જેટલી સુવિધાઓનો સીધો લાભ નાગરિકોને એક જ સ્થળે આપવામાં આવી રહ્યો છે.આ કાર્યક્રમ આગામી તા.૩૧ ઓક્ટોબર સુધી ચલાવવાનો છે ત્યારે પાલનપુર, મીરાગેટ પ્રાથમિક શાળા ખાતે સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.
આ સેવાસેતુ કાર્યક્રમમાં સરકારની અલગ અલગ કુલ ૫૫ જેટલી યોજનાઓનો લાભ આપવામાં આવ્યો છે. પાલનપુર ખાતેથી બનાસકાંઠા વહીવટી તંત્ર દ્વારા એક જ સ્થળ પરથી કુલ ૧,૫૫૨ રજૂઆતોનો હકારાત્મક નિકાલ કરાયો હતો. બહોળી સંખ્યામાં લાભાર્થીઓએ ઉપસ્થિત રહીને સરકારી સેવાઓનો લાભ મેળવ્યો હતો. જેમાં રેશનકાર્ડ ઈ કે.વાય.સી E-KYC, આધારકાર્ડ Adhar card ની કામગીરી, આરોગ્ય ચકાસણી,દવાઓનું વિતરણ, એન.એફ.એસ.એ સહાયના કાર્ડ વિતરણ,વિધવા સહાયના હુકમ, સાત/બાર ૮અ જમીનના પ્રમાણપત્રો, વ્યવસાય વેરો Professional tax, જન્મ મરણના પ્રમાણપત્ર birth- death certificate, મોબાઈલ નંબર સાથે બેંક એકાઉન્ટનું જોડાણ, આવકના દાખલા, નોન ક્રીમીલેયર પ્રમાણપત્ર, જાતી પ્રમાણપત્ર સહિત અનેક યોજનાઓનો લાભ લાભાર્થીઓને આપવામાં આવ્યો હતો.આ સાથે આઈ.સી.ડી.એસ વિભાગ દ્વારા સગર્ભા/ધાત્રી માતાઓને કીટ વિતરણ કરાયું હતું.
લોકોના આરોગ્યની ચકાસણી, રેશનકાર્ડ, જમીન, વેરા, પ્રમાણપત્રો સહિત યોજનાકીય સહાય એક જ સ્થળ પર ઉપલબ્ધ કરાઈ
સેવાસેતુ કાર્યક્રમનો ઉદ્દેશ્ય રાજ્ય સરકારની સેવાઓ અને યોજનાઓ સીધી નાગરિકોને પૂરી પાડીને સુશાસનને વધારવાનો છે ત્યારે અલગ અલગ યોજનાઓનો લાભ લાભાર્થીઓને ઘર આંગણે જ મળતા લોકોએ સરકાર અને બનાસકાંઠા Banaskantha વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ સેવાસેતુ કાર્યક્રમમાં અધિકારીઓ, પદાધિકારીઓ, કર્મચારીઓ અને બહોળી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.