BANAS BANK : બનાસ બેંકના ચેરમેન તરીકે ડાયાભાઈ પીલીયાતરની નિમણૂક થતા ડાયાભાઈ પીલીયાતર તેમના કુળદેવીમાં ને ભેટવા પધાર્યા. આ પ્રસંગે સ્નેહીજનો દ્વારા બનાસ બેંકના નવનિયુક્ત ચેરમેન ડાહ્યાભાઈ પીલીયાતરની સાકર તુલા યોજાઇ.
ડાહ્યાભાઈ કાંકરેજ તાલુકાના ચીમનગઢના રહીશ છે અને દિયોદર તાલુકાના ધનકવાડા ગામે બિરાજમાન હિંગળાજ માતાજી તેમના કુળદેવી છે. Hinglaj Mataji in Dhankwada village of Deodar taluka
ડાહ્યાભાઈ પીલીયાતર Dahyabhai Piliyatar ની ચેરમેન તરીકે નિમણૂક થતા તેઓ તેમના કુળદેવીને દર્શન કરવા માટે પધાર્યા આ પ્રસંગે ધનકવાડા ગ્રામજનો દ્વારા ડાહ્યાભાઈ પીલીયાતર નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું તેમજ તેમની અને બનાસ ડેરી BANAS DAIRY ના ડિરેક્ટર ઇશ્વરભાઇ ટી. પટેલની સાકર તુલા કરવામાં આવી
આ પ્રસંગે મોટી સંખ્યામાં અગ્રણીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા અને બનાસ બેંકના નવનિયુક્ત ચેરમેન ડાહ્યાભાઈ પીલીયાતર અને ઇશ્વરભાઇ પટેલને Ishwarbhai T. Patel વધાવવામાં આવ્યા
તારીખ: 16-12-2024
સ્થળ: ધનકવાડા ગામ, દિયોદર તાલુકો
પ્રસંગ: બનાસ બેંકના નવનિયુક્ત ચેરમેન, ડાયાભાઈ પીલિયાતરની સાકાર તુલા
મંદિર: હિંગળાજ માતાજી મંદિર
સાકાર તુલા એક ધાર્મિક વિધિ છે જેમાં ભક્તો પોતાનું વજન સોના, ચાંદી અથવા અન્ય કિંમતી વસ્તુઓથી માપે છે. અને તે વસ્તુનો સદુપયોગ કરવામાં આવે છે
ધાર્મિક મહત્વ: સાકાર તુલાને ધાર્મિક દૃષ્ટિએ ખૂબ મહત્વ આપવામાં આવે છે. માન્યતા છે કે આ વિધિ કરવાથી દેવી માતા પ્રસન્ન થાય છે અને ભક્તોની મનોકામનાઓ પૂરી થાય છે.
બનાસ બેંક સાથેનો સંબંધ: આ કાર્યક્રમ દ્વારા બનાસ બેંકના ચેરમેન અને સ્થાનિક સમાજ વચ્ચેનો નાતો વધુ મજબૂત થયો હશે.