બગસરા નગરપાલિકામાં અઢી વર્ષની મહેલત માટે નવા મેયર તરીકે જ્યોત્સનાબેન રીબડીયા ની નિમણૂક થઈ જેથી સૌએ મહિલા સશક્તિકરણ ની વાતોને વધાવેલ.
પરંતુ આ જ મહિલા પ્રમુખે એક વિવાદિત નિર્ણય કરી મહિલા સશક્તિકરણની ગુલબાંગો નો ફુગ્ગો ફોડી દીધો છે.
મળતી માહિતી મુજબ ભાજપ પક્ષ દ્વારા મેન્ડેટ આપી બગસરા નગરપાલિકાના મહિલા સદસ્ય Jyotsnaben Ribdia ની પ્રમુખ પદે નિમણૂક કરી પરંતુ બગસરા નગરપાલિકામાં એક પછી એક વિવાદિત નિર્ણયો થઈ રહ્યા છે.
પહેલા નિર્ણય કરાયો કે સામાન્ય સભાં સદસ્ય મોબાઈલ નહીં લાવી શકે
હવે સૌથી વિવાદિત નિર્ણય કરાયો કે સદસ્યની ની સાથે સામાન્ય સભામાં લોહીના સંબંધ ધરાવતા વ્યક્તિ હાજર રહી શકશે.
એટલે કે મહિલા સદસ્યની ની સાથે સભ્યના લોહીના સંબંધ ધરાવતા વ્યક્તિ હાજર રહી શકશે આવો ઠરાવ મેયર તરીકે જ્યોત્સનાબેન રિબડીયાએ કર્યો છે જે વિવાદ નું કારણ બન્યો છે
મહિલા પ્રમુખ ના પતિ એ.વી. રિબડીયા એ જણાવ્યું કે વિપક્ષના સભ્યો કોઈ મુદ્દે ચર્ચા કે કાર્ય કરવા દેતા નથી. અને મહિલા સભ્યના અન્ય પ્રતિનિધિ સભામાં આવી વિક્ષેપ કરતાં હોય છે તો સાથે લોહીના સંબંધ ધરાવતા વ્યક્તિ હાજર રહે તો આવું ના બને માટે આ નિર્ણય કરાયો છે
મહિલા સભ્યના નામે પતિદેવોનો વહીવટ
બગસરા નગરપાલિકામાં 3-ઑક્ટોમ્બરના રોજ ચૂંટાઈને આવેલા પ્રમુખ-ઉપપ્રમુખ અને સદસ્યોએ ઠરાવ પસાર કર્યો છે કે નગરપાલિકાની સામાન્ય સભાની મિટિંગ મળે ત્યારે મહિલા સદસ્યના સાથે તેમના લોહીના સંબંધ હોય તે વ્યક્તિ પણ હાજર રહી શકશે. એટલે કે મહિલા સદસ્યના બદલે તેમના પતિ વહીવટ કરી શકશે.
એક તરફ ગુજરાત સરકાર મહિલા સશક્તિકરણની વાત કરે છે તો
બીજી બાજું અનેક નગરપાલિકાઓમાં મહિલા સદસ્યોના અધિકાર છીનવી તેમના પતિદેવો જ વહીવટ કરતાં હોય છે જેના વિષે સૌ કોઈ જાણે છે પણ..