હાઇવે અને રોડ જનતા માટે રોજબરોજની યાતાયાત માટેનો મુખ્ય માર્ગ છે એટલે જનતાની સગવડતા રૂપ રોડ પર સ્ટ્રીટ લાઈટ મુકવમાં આવે છે જેના લીધે અંધારામાં કોઈ પણ શહેરીજણને મુસબત કે અકસ્માતનો ભોગ બનવું ના પડે એવામાં ડીસામાંથી તંત્રને વારંવાર નોટિસ આપવા છતાંય ઘોર બેદરકારી સામે આવી છે મનાય છે કે નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા આઠ લાખ જેટલી રકમ બાકી હોવાથી યુજીવીસીએલ દ્વારા વિજજોડણ કાપી નાખવામાં આવ્યું છે
અહેવાલો મુજબ ડીસા ઓવરબ્રિજ ઉપર નીચે અંધારપટ છવાયો હોવાથી વાહનચાલકો મુશ્કેલીમા મુકાયાં છે અને રાતે મુસાફરી કરવામાં લોકોને હાલાકી ભોગવવી પડે છે અને હાઇવે ઓથોરિટી જે વિકાસ માટે કરોડો રૂપિયાના ખર્ચા કરે છે અને આને આવી રકમની બેદરકારી.. યુજીવીસીએલને આઠ લાખ જેટલી રકમ ચૂકવવાનું બાકી હોવાનું મનાય છે જેથી કરી ને અંતે નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા વિજબીલના ભરાતાં યુજીવીસીએલ દ્વારા વિજજોડણ કાપી નાખવામાં આવ્યું છે
હવે જોવાનું એ રહ્યું છે ક્યારે હાઇવે ઓથોરિટીના લોકોના મગજની લાઈટનું કનેક્શન જાગે છે અને ક્યારે યુજીવીસીએલનું ચૂકવવા પાત્ર બિલ ભરે છે જેથી કરીને શહેરી જનોને અંધારમાં વાહનો ના ચલાવા પડે ત્યાં સુધી ડીસાના લોકોએ અંધારામાં વાહનો હંકારવા પડશે