નવા વર્ષ પહેલા ગેસ સિલિન્ડર (gas cylinder) ને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે, હમણાંજ રાજસ્થાનની સરકારે ગેસના ભાવમાં ઘટાડો કરીને રાજ્યના લોકોને ખુશ કરી દીધા હતા. ત્યારે હવે ગુજરાત સરકાર પણ એ રસ્તે ચાલશે, ગુજરાત સરકાર પોતાના નાગરિકો માટે 450 રૂપિયામાં ગેસનું સિલિન્ડર મળી રહે તે અંગે બજેટમાં જાહેરાત કરી શકે તેવી શક્યતા સેવાઈ રહી છે.
રાજ્યના નાગરિકોને નવા વર્ષની શરૂઆતમાં મોટા સારા સમાચાર સામે આવી રહ્યાં છે , રાજ્યના બીપીએલ કાર્ડધારકોને 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર મળી રહેશે. ફેબ્રુઆરી મહિનામા રજૂ કરાઈ રહેલા બજેટમાં આ અંગે જાહેરાત કરી દેવામાં આવશે, જોકે હાલ રાજ્યમાં ગેસ સિલિન્ડરનો ભાવ 925 રૂપિયા છે ત્યારે બીપીએલ કાર્ડ ધારકો અને ઉજ્જવલાના લાભાર્થીઓને તેનો ફાયદો મળશે.