Palanpur Update 2024
Palanpur: ગલબાભાઈ નાનજીભાઈ પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત જનરલ સિવિલ હોસ્પિટલ ખાતે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ૨૪ વર્ષીય તૈયબાબેન અલ્લારખાભાઈ સલાત ૧૫ મી જુલાઇના રોજ સામાન્ય તાવ અને પેટમાં દુખાવાની ફરિયાદ લઈ સિવિલ હોસ્પિટલના સર્જરી વિભાગના ડોક્ટર કલ્પેશ પટેલને તબીબી સલાહ માટે મળ્યા હતા.
જોકે મહિલા દર્દીને છેલ્લા એકાદ મહિનાથી સામાન્ય તાવ જેવી બીમારીઓ સાથે હોસ્પિટલ ખાતે આવ્યા હતા. અગાઉ મહિલા દર્દીને તાવ કણ ઘટી જવા, માથું દુખવું જેવી બીમારીના લીધે પાલનપુર ખાતે આવેલી પ્રાઇવેટ હોસ્પિટલોમાં સારવાર માટે એન્ટીબાયોટિક દવાઓ ચાલુ રાખી હતી. Palanpur છતાં પણ દુખનું નક્કર પરિણામ ના મળતા આખરે પરિવારજનોએ કંટાળીને પાલનપુર સ્થિત સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. જ્યાં સર્જરી વિભાગના ડૉક્ટર દ્વારા તપાસ કરી મહિલા દર્દીને દાખલ કરી સોનોગ્રાફી, સીટીસ્કેન સહિતના જરૂરી રિપોર્ટ કરવામાં આવ્યા હતા.
Palanpur News
જોકે મહિલા દર્દીના લીવરના યકૃતના ભાગે ૭ ×૭ ×૬ સેન્ટીમીટર તેમજ ડાબી બાજુના ભાગમાં ૪×૪ સેન્ટિમીટર ઇન્ફેકશનની ભરેલી ગાંઠ હોવાથી સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડો. સુનિલભાઈ જોશીના માર્ગદર્શન હેઠળ સર્જરી વિભાગના ડૉ. કલ્પેશ પટેલ દ્વારા કેશની ગંભીરતાને ધ્યાને લઈને ગત ૨૫ જુલાઇના રોજ દૂરબીન વડે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ડોક્ટર કલ્પેશ પટેલ, ડૉક્ટર જય પટેલ, એનેસ્થેસિયા ડૉક્ટર દીક્ષિત પટેલ તેમજ તેમની ડૉક્ટર ટીમ દ્વારા સફળ સર્જરી કરવામાં આવી હતી.
આ ઓપરેશન દરમિયાન મહિલા દર્દીના યકૃતના ભાગમાં રહેલ ઇન્ફેકશન વાળી ગાંઠને ખુલ્લી કરીને તેમાં રહેલ ચેપી પ્રવાહી કાઢી લેવામાં આવ્યું હતું. Palanpur તેમજ ફરીવાર આ પ્રકારની ગાંઠનું નિર્માણ ના થાય તે માટે યકૃતને ભાગે દવા લગાવી, સાફ સફાઇ કરવામાં આવી હતી. તેમજ ગાંઠની દીવાલનો પણ નિકાલ કરવામાં આવ્યો હતો. આ પ્રકારની સર્જરી પ્રાયવેટ હોસ્પિટલોમાં હજારોનાં રૂપિયાના ખર્ચે થતી હોય છે. જ્યારે જનરલ સિવિલ હોસ્પિટલ પાલનપુર ખાતે આ સર્જરી નિશુલ્ક કરવામાં આવી હતી
Banaskantha: “નારી વંદન ઉત્સવ” સપ્તાહ અંતર્ગત મહિલા સુરક્ષા દિવસ નિમિત્તે મહિલા જાગૃતિ રેલી યોજાઈ