આજરોજ ગાંધીનગર ખાતે ગુજરાત સરકારના વિવિધ અધિકારીઓ તથા પદાધિકારીઓ સાથે ગુજરાત રાજ્ય ગૌશાળા પાંજરાપોળ સંઘ દ્વારા એક મુલાકાત કરવામાં આવી જેમાં ગુજરાતની વિવિધ પાંજરાપોળ અને ગૌશાળા ના પ્રશ્નો ની ચર્ચા વિચારણા કરવામાં આવી.
જેમાં સમસ્ત મહાજન ના ગીરીશભાઈ શાહ અને ગુજરાત ગૌશાળા પાંજરાપોળ સંઘના મેનેજીંગ ટ્રસ્ટી અને શ્રી દિયોદર પાંજરાપોળ ના મેનેજીંગ ટ્રસ્ટી જયંતીભાઈ દોશી સહીત અન્ય જીવદયાપ્રેમી અગ્રણીશ્રીઓ ઉપસ્થિત રહ્યા.