શક્તિપીઠ અંબાજી ( Ambaji ) ખાતેથી નવરાત્રીના પ્રથમ દિવસે વિદ્યામાં વર્ણિત અષ્ટગંધ યાત્રાનો જય ભોલે ગ્રુપ દ્વારા પ્રારંભ કરાયો હતો. આ યાત્રા થકી શાસ્ત્રોમાં ઉલ્લેખિત અષ્ટગંધ અંબાજી થી શરૂ કરીને ગુજરાતના સુપ્રસિદ્ધ ૧૧ મંદિરોમાં અર્પણ કરવામાં આવેલ જેમાં આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ પ્રેરિત આ યાત્રામાં જય ભોલે ગ્રુપ અમદાવાદના દીપેશભાઈ પટેલ અને તેમના ગ્રુપ દ્વારા નવરાત્રીના દરેક દિવસે એક અત્તરનું બોક્સ ટોટલ ૧૧ જેટલા વિવિધ મંદિરોમાં અર્પણ કરવામાં આવ્યા હતા અને અનોખી રીતે માતાજીની ભક્તિ કરવામાં આવી હતી.
સતત ૧૧ દિવસ સુધી ગુજરાતના વિવિધ ૧૧ મંદિરમાં આ યાત્રાને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો. આ યાત્રામાં માર્ગદર્શન આપનાર અને સહયોગ આપનાર તમામ મંદિરના મહારાજ – ટ્રસ્ટીઓ- તેમજ વિશેષ ભાવનગર સાહેબ – જામનગરના જામ સાહેબ દ્વારા વિશેષ આવકાર આપવામાં આવ્યો હતો. અંબાજી મંદિર ચાચર ચોક ખાતેથી આરંભ કરાયેલ યાત્રાને પવિત્ર શારદીય નવરાત્રી નિમિત્તે પૂર્ણ કરાઈ હતી.
આ પણ વાંચો – દેશની પ્રખ્યાત કંપનીની કેમિકલ ફેક્ટરીમાં અકસ્માત, ઝેરી ગેસના કારણે 5ના મોત