આનંદનગર પોલીસ સ્ટેશન ખાતેના લુંટના બનાવમાં જીવના જોખમે લુંટના આરોપીઓને મુદ્દામાલ સાથે પકડી પાડનાર કર્મચારીઓને પ્રસંશાપત્ર તથા ઇનામ એનાયત કરતા અમદાવાદ શહેર પોલીસ
આનંદનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઇ તા.૦૪/૧૧/૨૦૨૩ ના રોજ આનંદનગર ૧૦૦ ફુટ રોડ ઉપર આવેલ સેલ પેટ્રોલ પમ્પ ખાતે આવેલ સી સ્ટોરની અંદરના કાઉન્ટર પાસે જઈ બે અજાણ્યા ઇસમોએ કાઉન્ટર પર બેઠેલા મેનેજરને પિસ્તોલ બતાવી રૂ.૪૩૧૬૦ ના મુદ્દામાલની લુંટ કરી ભાગતા હતા તે દરમ્યાન અનાર્મ પો.કોન્સ.વિરેન્દ્રસિંહ કિરિટસિંહ બ.નં.૬૮૪૯ તથા અનાર્મ પો.કોન્સ.રાજેશભાઇ અરશીભાઇ બ.નં,.૭૧૧૦ નાઓ ત્યાં પહોંચી જઈ આરોપીઓનો પીછો કરતા ગુનેગારોએ તેઓની સામે પિસ્તોલ તાકેલ હોવા છતા તેઓએ કુનેહપુર્વક ત્વરિતતાથી આરોપી પાસે રહેલ પિસ્તોલ તેના હાથમાંથી પાડી દઈ આરોપીઓને જાનના જોખમે પકડી પાડી મુદ્દામાલ જપ્ત કરેલ છે.
જેથી આવા ગંભીર પ્રકારના ગુન્હાના આરોપીને જીવના જોખમે પકડી પાડવા તથા લુંટનો મુદ્દામાલ જપ્ત કરવા માટે બહાદુરી પુર્વકની કામગીરી કરેલ હોય જે બદલ મહે. પોલીસ કમિશ્નીર શ્રી જી.એસ.મલિક સાહેબ નાઓએ અનાર્મ પો.કોન્સ.વિરેન્દ્રસિંહ કિરિટસિંહ બ.નં.૬૮૪૯ તથા અનાર્મ પો.કોન્સ.રાજેશભાઇ અરશીભાઇ બ.નં .૭૧૧૦ નાઓને પ્રસંશાપત્ર એનાયત કરી રૂપિયા દસ-દસ હજારનું ઇનામ આપવામા આવેલ છે.