Lok Sabha Elections 2024 : લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસ નેતા રોહન ગુપ્તા ભાજપમાં જોડાયા. ગયા મહિને, 22 માર્ચે, રોહન ગુપ્તાએ પાર્ટીના સંદેશાવ્યવહાર વિભાગ સાથે સંકળાયેલા એક કોંગ્રેસી નેતા પર સતત અપમાન અને ચારિત્ર્ય હત્યાનો આરોપ લગાવીને પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું.
તમને જણાવી દઈએ કે રોહન ગુપ્તાનું નામ પણ 12 માર્ચે જાહેર કરાયેલ કોંગ્રેસના ઉમેદવારોની યાદીમાં સામેલ હતું. પરંતુ તેમણે પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી છે. તેમણે કહ્યું કે તેમના પિતાની તબિયત સારી નથી, તેથી તેઓ ચૂંટણી લડી શકશે નહીં. જોકે હવે તેઓ ભાજપમાં જોડાઈ ગયા છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરતા રોહન ગુપ્તાએ કહ્યું હતું કે, મારા પિતા ગંભીર બીમારીને કારણે હોસ્પિટલમાં દાખલ છે. હું કોંગ્રેસના ઉમેદવાર તરીકે અમદાવાદ પૂર્વ સંસદીય મતવિસ્તારમાંથી મારી ઉમેદવારી પાછી ખેંચી રહ્યો છું. પાર્ટી દ્વારા નિયુક્ત નવા ઉમેદવારને હું સંપૂર્ણ સમર્થન આપીશ. ગુપ્તાએ ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલને પત્ર દ્વારા પોતાનું નામ પાછું ખેંચવાની જાણ કરી છે.