ગુજરાતમાં હાર્ટઍટેકના કેસોમાં દિવસેને દિવસે ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. નાની ઉંમરમાં રાજ્યમાં વધુ એક યુવાનનું હાર્ટ અટેકથી મોત થયું હતું. મળતી જાણકારી અનુસાર, બનાસકાંઠાના દિયોદરના મકડાલાના 19 વર્ષીય યુવાનનું હાર્ટ અટેકથી નિધન થયું હતું. 19 વર્ષીય BSF જવાનનું હાર્ટ અટેકથી નિધન થયું છે. BSF જવાન રાહુલ ચૌધરી ટ્રેનિંગ પૂર્ણ કરી પોતાના વતન મકડાલા ગામ આવ્યા હતા. તે પ્રથમ પોસ્ટિંગ પશ્ચિમ બંગાળમાં આવતા ફરજ પર જઈ રહ્યા હતા અને તેના માટે અમદાવાદમાં તેમના ભાઈના ઘરે રોકાયા હતા. જ્યાં હાર્ટ અટેક આવતા દુઃખદ અવસાન થયું હતું.
રાહુલ ચૌધરીના પાર્થિવ દેહને દિયોદરના મકડાલા ગામે ગાર્ડ ઓફ ઓનર આપી અંતિમ સંસ્કાર કરાયા હતા.BSF જવાનની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
રાહુલ ચૌધરીનું પ્રથમ પોસ્ટિંગ પશ્વિમ બંગાળમાં આવ્યું હતું અને ત્યાં ફરજ પર હાજર થાય તે અગાઉ નિધન થયું હતું. BSF દ્ધારા ગાર્ડ ઓફ ઓનર આપી રાહુલ ચૌધરીના અંતિમ સંસ્કાર કરાયા હતા. BSF જવાનને હજારો લોકોએ ભીની આંખે અંતિમ વિદાય આપી હતી.
દિયોદરના મકડાલા ગામમાં જવાન રાહુલ ચૌધરીના મોતથી શોકનો માહોલ વ્યાપી ગયો છે. રાહુલ ચૌધરીના પાર્થિવ દેહને મકડાલા ગામે લવાયો હતો. જ્યાં BSF દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપી અંતિમ સંસ્કાર કરાયા હતા. BSF જવાનની અંતિમ યાત્રામાં હજારો લોકો જોડાયા હતા.
સુરતમાં પણ 38 વર્ષીય યુવકનું છાતીમાં દુઃખાવા બાદ મોત થયું હતું. શહેરના સચિન વિસ્તારમાં 38 વર્ષીય યુવકનું છાતીમાં દુઃખાવા બાદ મોત થયું છે. માન દરવાજાના યુવકનું શ્વાસ રૂંધાતા મોત થયું છે. યુવકની એક દિવસની સારવાર બાદ મોત થયુ છે. યુવકને હાર્ટ અટેક આવ્યો હોવાની શક્યતા ડોક્ટરોએ વ્યક્ત કરી હતી.