રાજ્યમાં સતત વધી રહેલા હાર્ટ એટેકના કેસોએ લોકોમાં ચિંતા વધારી દીધી છે. આજે રાજકોટ બાદ બનાસકાંઠામાંથી પણ વધુ એક યુવાન છોકરીના મોતના સમાચાર સામે આવ્યા છે. બનાસકાંઠાના પાલનપુરના આકેસણમાં 20 વર્ષની યુવતીનું હાર્ટ એટેકને કારણે મોત થયું છે. ઘાસચારો વાઢતા સમયે યુવતી ખેતરમાં ઢળી પડી હતી જે બાદ તેને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવી રહતી જ્યા ફરજ પર હાજર તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. 20 વર્ષીય યુવતીના મોતને પગલે પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.
પાલનપુરના આકેસણ ગામની 20 વર્ષીય યુવતી ભૂમિકા મોર ખેતરમાં કામ કરતી હતી. ઘાસચારો વાઢતી હતી તે દરમિયાન તેને અચાનક છાતીમાં દુ:ખાવો ઉપડ્યો હતો અને તે પછી તે નીચે ઢળી પડી હતી. યુવતીને તુરંત સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં ફરજ પર હાજર તબીબોએ યુવતીને મૃત જાહેર કરી હતી. 20 વર્ષીય યુવતીનું નાની વયે હાર્ટ એટેકને કારણે નિધન થતા પરિવારમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો.
રાજ્યમાં સતત વધી રહેલા હાર્ટ અટેક અને તેનાથી થતાં મોતના કિસ્સાએ ચિંતા વધારી છે. નાની વયે હાર્ટ અટેકના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. કોરોના બાદ નાની વયે આવતા હાર્ટ અટેક અને તેનાથી થતાં મોતની સિલસિલો થંભવાનું નામ લેતો નથી. રાજ્ય દરરોજ સરેરાશ એકથી ત્રણ હાર્ટ અટેકના કિસ્સા બની રહ્યાં છે. છેલ્લા 24 કલાકમાં રાજકોટમાં 5 લોકોએ હાર્ટ અટેકના કારણે જીવ ગુમાવ્યા છે
– રાજકોટમાં 45 વર્ષિય મનીષ રાખોલિયાને ઊંઘમાં હાર્ટ અટેક આવતા નિધન થયું. તેઓ રાત્રે સૂતા બાદ સવારે જાગ્યા જ નહી. બેભાન હાલતમાં પરિવારે તેમને હોસ્પિટલ પહોંચાડ્યા પરંતુ દુર્ભાગ્યવશ તેમની જિંદગી ન બચાવી શકાય અને તબીબે તેમને મૃત જાહેર કરતા હાર્ટ અટેકના કારણે મોત થયાનું જાણાવ્યું હતું.
– બીજુ નામ 40 વર્ષીય આશિષ પરસોત્તમ અકબરીનુ છે, જે રાજકોટના મોરબી રૉડ પર આવેલા આનંદ એવેન્યૂ સવારે બેભાન થઇ જતા મોતને ભેટ્યો હતો. આ પહેલા પણ તેને હાર્ટ એટેકનો એક હુમલો આવી ચૂક્યો હતો અને 7 વર્ષથી પથારીવશ હતો.
– ત્રીજુ નામ રણજીત યાદવનું છે. રાજકોટમાં 24 વર્ષીય રણજીત ઉપેન્દ્ર યાદવનું પણ હાર્ટ અટેકથી મોત થયું હતો. જે બિહારી હતો અન માર્કેટિંગ યાર્ડ પાછળ રહેતો હતો, અને બકલા વિભાગમાં મજૂરી કરતો હતો, હાર્ટ એટેક આવતા તે અચાનક બેભાન થઇ ગયો હતો અને બાદમાં મૃત્યુ પામન્યો હતો.
– ચોથુ નામ 40 વર્ષીય આશિષ પરસોત્તમ અકબરીનુ છે, જે રાજકોટના મોરબી રૉડ પર આવેલા આનંદ એવેન્યૂ સવારે બેભાન થઇ જતા મોતને ભેટ્યો હતો. આ પહેલા પણ તેને હાર્ટ એટેકનો એક હુમલો આવી ચૂક્યો હતો અને 7 વર્ષથી પથારીવશ હતો.
– પાંચનું નામ 43 વર્ષીય દિપક કાનજી વેકરિયાનું છે, જે રાજકોટના પડધરીના રંગપર ગામના રહેવાસી છે. દિપક ભાઇને સવારે છાતીમાં દુઃખાવો આવ્યો અને બાદમાં સારવાર દરમિયાન તેમનું હાર્ટ એટેકથી મોત થયુ હતુ. યુવાન નાનાવડા ગામની લોધિકા પ્રાથમિક શાળાનો શિક્ષક છે. યુવાઓમાં સતત વધી રહેલા હાર્ટ એટેકના કેસોથી લોકોમાં ચિતા વધી છે.