વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ સતીશ પટેલનું ફેક ફેસબુક અકાઉન્ટ બનાવીને આ અકાઉન્ટ દ્રારા લોકો પાસેથી નાણા માગતા હોવાની ઘટના સામે આવી છે. જેમાં સતીશ નિશાળીયાનું ફેક ફેસબુક એકાઉન્ટ બન્યુ છે. તેમાં સોશિયલ મીડિયાના માધ્યમથી જાણકારી આપી છે. ફેક આઈડીથી લોકો પાસે પૈસાની માંગ થઇ રહી છે. આ અંગે રાજકીય અગ્રણી દ્વારા સ્થાનિક પોલીસ મથકમાં ફેસબુક એકાઉન્ટ હેક કરનાર ગઠીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
સતીશ પટેલે સોશ્યલ મીડિયાના માધ્યમથી આ મુદ્દે જાણકારી આપી છે. નકલી ફેસબુક આઈડીથી લોકો પાસે નાણાં માંગતા મામલો પ્રકાશમાં આવતા, સતીશ પટેલે આવા ફેક અકાઉન્ટને ઇગ્નોર કરવા અને આવા લોકોને સહયોગ ન આપવા અપીલ કરી છે.
સોશિયલ મીડિયાના હેકરો દ્વારા કેટલાય લોકોના ફેક ફેસબુક એકાઉન્ટ સહિત અન્ય કેટલાય એકાઉન્ટો બનાવીને લોકો સાથે મૂળ નામથી ઠગાઈ કરતા હોય છે. આવું જ એકાઉન્ટ વડોદરા જિલ્લા ભાજપના પ્રમુખ સતીશ પટેલ ઉર્ફે નિશાળીયાના નામથી ફેક ફેસબુક એકાઉન્ટ બનાવવામાં આવ્યું છે. આ અંગેની જાણ થતા જ સતીષ પટેલે તાત્કાલિક ધોરણે પોતપોતાના લાગતા વળગતા અને સગા સ્નેહીઓને જાણ કરી આ બાબતે કોઈપણ જાતનો આર્થિક વ્યવહાર કરવો નહીં કે અન્ય કોઈ બાબત પર ધ્યાન આપવું નહીં તેવી જાણ તેમણે લાગતા વળગતા અને સંબંધિતોને તાત્કાલિક કરી દીધી હતી.