હજી થોડા દિવસો પહેલા જ કમોસમી વરસાદે આખા ગુજરાતને ધમરોળ્યુ હતું. એવામાં હવે પાછું 1 ડિસેમ્બરથી 5 ડિસેમ્બરમાં કમોસમી વરસાદ આવી શકે છે. તેવું હવામાન નિષ્ણાંતે આગાહી કરી છે. બંગાળની ખાડીમાં હવામાનની અસ્થિરતા સર્જાઈ હોવાથી વરસાદ પડી શકે છે. જેની અસર રૂપે કાલથી એટલે કે પહેલી ડિસેમ્બરથી વાતાવરણ પલટો આવવાની શરૂઆત થશે. આ સિસ્ટમની અસરના કારણે સૌરાષ્ટ્ર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં માવઠું પડી શકે છે. જો કે, આ છુટાછવાયા માવઠા હશે
8 ડિસેમ્બર સુધી આ ચક્રવાતનું જોર રહેશે તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર પૂર્વીય વિસ્તારમાં જશે. જેના કારણે ઠંડા પવનો ફૂંકાવાના શરુ થશે. અંબાલાલ પટેલે કહ્યું કે, ડિસેમ્બર મહીનાની શરુઆતથી ઠંડીનું જોર વધવાનું શરુ થશે.