Banaskantha News: નાબાર્ડ પુરસ્કૃત એસડીએયુ આરબીઆઇસી, સરદાર કૃષિનગર દાંતીવાડા સ્ટાર્ટઅપ startupને વેગ આપવાનું અને સ્ટાર્ટઅપ્સને આર્થિક મદદ મળે તે માટે હરહંમેશ કાર્યરત છે.
તેમજ આ ઇન્કયૂબેશન સેન્ટર કૃષિ અને ગ્રામીણ ક્ષેત્રના સ્ટાર્ટઅપને સહયોગ પૂરું પાડવાનું કાર્ય કરે છે. જેની યશકલગીમાં વધુ એક પીછું ઉમેરાયું છે.
સ્ટાર્ટઅપ કંપની એગ્રોબીટ્સ ગ્રીન વેન્ચર પ્રા. લી.ને રાજ્યની “સૃજન યોજના” હેઠળ રૂ.૫ લાખની ગ્રાન્ટ સહાય અપાઈ
ગુજરાતના હાર્દિક વાઘાણીએ પોતાની સ્ટાર્ટઅપ કંપની એગ્રોબીટ્સ ગ્રીન વેન્ચર પ્રા. લી. જે કેળાના વેસ્ટ ફાઈબરમાંથી વિવિધ ચીજ વસ્તુઓ બનાવે છે. જેનાથી તેમના આ સ્ટાર્ટઅપને એક આગવી ઓળખ મળેલ છે.
તેઓને આ Sardar Krishinagar Dantiwada સેન્ટર થકી ગુજરાત રાજ્યની “સૃજન યોજના” “Srijan Yojana” of Gujarat State હેઠળ રૂ.૫ લાખની ગ્રાન્ટ સહાય અપાવેલ છે.
આ ગ્રાન્ટ થકી તેઓ તેમના સ્ટાર્ટઅપને વેગ આપીને નવીન સિદ્ધિઓ હાંસલ કરી શકશે.
Patan Train: સાબરમતી-પાટણ ડેમુ સ્પેશિયલ સંપૂર્ણપણે રદ. જાણો કયા સુધી કરાઇ આ ટ્રેન રદ ?
ગુજરાત બની રહ્યું છે ‘ઉડતા ગુજરાત’, એક વર્ષમાં ઝડપાયુ 27 હજાર કિલોથી વધુનું ડ્રગ્સ
Onion export ban : કેન્દ્ર સરકારે કરી ડુંગળીની નિકાસબંધી, શું થશે ખેડૂતોનું, ખેડૂતોની ચીમકી