રાજ્યમાં મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની જેમ APMCનું પણ ફેડરેશન બનશે,
એટલે કે રાજ્યભરની APMCનું એક સંગઠન બનશે. રાજ્યની APMCના ફેડરેશન બનાવવા મહત્વની બેઠક મળી હતી.
ગુજરાતની ખેત પેદાશ અને બાઈ પ્રોડક્ટનો વ્યાપ વધારવાના ભાગરૂપે પ્રયાસ કરાયો છે.
ગુજરાતનું ખેત ઉત્પાદન વિદેશમાં એક બ્રાન્ડ સાથે વેચી શકાય તે માટેનો પ્રયાસ છે.
સૌથી મોટો પ્રશ્ન એ છે કે આ APMC ફેડરેશન હેડક્વાર્ટર… ક્યાં થશે..?
તો આગામી મહિનામાં APMCના ફેડરેશનની જાહેરાત થશે.
APMCના ફેડરેશનનું હેડક્વાર્ટર ગાંધીનગર Gandhinagar ખાતે બનાવવામાં આવશે.
APMCના ટર્નઓવર પ્રમાણે ફેડરેશનની ચૂંટણી લડી શકાશે.
વિશ્ર્વમાં સૌથી શક્તિશાળી ફેડરેશન અમુલ નું છે. જે સહકારી ક્ષેત્રે આગવી પ્રતિષ્ઠા ધરાવે છે.
અમુલ ડેરીની સ્થાપના ડૉકટર વગીર્સ કુરીયન દ્વારા અમુલ ડેરી ની સ્થાપના 1947 ના વષૅ માં થયેલ હતી. અમુલ નું આખું નામ..
આણંદ મિલ્ક પ્રોડયુસર યુનિયન લિમીટેડ.. ANAND MILK PRODUCERS UNION LIMITED
અમુલનો વધુ મદાર ભેંસ ના દૂધ પર હોવાથી 1950 ના દશકામાં માંગ અને પૂરવઠા વચ્ચે નો તફાવતગાળો અમુલ માટે કસોટીદાયક બન્યો,
શિયાળામાં ભેંસો વધુ દૂધ આપે માટે પૂરવઠો વધી જતો સામે દૂધ ના માકૅટ મા ૠતુવાર કંઈ ખાસ વધઘટ ના થાય માટે અમુલ ધણી વાર “મિલ્ક હોલિડે” જાહેર કરવો પડતો અને એનું નુકસાન થાય પશુપાલકો ને થતું
વિશ્વ ના ઘણાખરા દેશોમાં ઙેરી ઉદ્યોગ ગાય ના દૂધ પર કેદ્રીંત છે
ન્યુઝીલેન્ડ , ડેનમાકૅ, હોલેન્ડ New Zealand, Denmark, Holland જેવા દેશોમાં પણ આવી પરીસ્થિતિ સજૉતી હતી અને એ લોકો વધેલા દૂધ માંથી પાઉડર બનાવી લેતા. કેમ ત્યા આવતું બધુ જ દૂધ ગાય નું હતું
પણ અમુલ ની પરિસ્થિતિ જરા જુદી હતી કેમ કે અમુલ માં આવતું મોટાભાગનુ દૂધ ભેંસ નું હોવાથી દૂધ નું બંધારણ ગાય ના દૂધ કરતાં અલગ હોવાથી દેશ વિદેશ ના સૌ ડેરી નિષ્ણાતો ચુકાદો આપી ચૂકેલા કે ભેંસ ના દૂધ માંથી પાઉડર બનાવવાનું બિલકુલ શક્ય જ નથી એટલે એ દિશામાં અખતરા કરવાનો કોઈ જ મતલબ નથી.
અમુલ Amul માટે સાચે જ પ્રશ્ર નહોતો પડકાર હતો પણ સદ્દનસીબ ડૉ વર્ગીસ કુરીયન dr verghese kurien પાસે દરબારી રત્ન હતા ડેરી પંડિત એચ.એમ.દલાયા
જેઓ મૂળ તો મથુરા ના પણ સ્થાનાંતર કરી સિંધ ગયા અને ત્યાંથી અમેરીકા સ્થાયી થયા હતા જયાં થી તેમને ડૉ વર્ગીસ કુરીયન સમજાવી ને ભારત લાવવા માં સફળ રહ્યા.
ત્યારબાદ એચ.એમ.દલાયા H. M. Dalaya એ ભેંસ ના દૂધ માંથી પાઉડર Powder from buffalo milk બનાવવાનું કામ પોતાના હાથમાં લીધું અને સફળતા પૂર્વક પાર પાડી ને વિશ્વ ભરના ડેરી નિષ્ણાતો Dairy Specialists ને ચોંકાવી દીધા.
Read More : Gambhir Sreesanth : શ્રીસંતે ગૌતમ ગંભીરને એવું કીધું કે લોકો જોતા જ રહી ગયા
રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં ચૂંટણી જીત્યા બાદ ભાજપ દ્વારા મંથન