Ananad Lok Sabha Result : આણંદ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર મિતેસ પટેલની જીત થઈ છે. આણંદ લોકસભા બેઠક ભાજપ અને કોંગ્રેસના બંન્ને રાજકીય બળિયા ઉમેદવાર ચૂંટણી લડી રહ્યાં હતા. ભાજપે અહીં બીજી વખત મિતેષ પટેલ ઉપર ભરોસો મુક્યો હતો, તો કોંગ્રેસે અમિત ચાવડાને મેદાને ઉતાર્યા હતા. ભાજપ પાસે આણંદના વિકાસના કાર્યોની ગણતરી હતી તો કોંગ્રેસે દાવો કર્યો હતો કે, આણંદની વાસ્તવિક વરવી સ્થિતિનો અને એ જ સ્થિતિને બદલવા માટે કોંગ્રેસ પોતાને તક આપવાનું જનતાને અપીલ કરી હતી.
આણંદ લોકસભા બેઠકના ઉમેદવાર
મિતેષ પટેલ – ભાજપ
અમિત ચાવડા – કોંગ્રેસ
2019નું પરિણામ શું?
મિતેષ પટેલ -ભાજપ – જીત
ભરતસિંહ સોલંકી – કોંગ્રેસ – પરિણામ હાર
કોણ છે મિતેષ પટેલ?
મિતેષ પટેલે વર્ષ 2019માં આણંદ બેઠક પરથી ચૂંટાઇ આવ્યા. પક્ષે બીજી વખત ટિકિટ આપી હતી. ભાજપના યુવા ચહેરા તરીકેની ઓળખ છે. સંગઠન ક્ષેત્રે પણ સારી કામગીરી છે. વ્યવસાયે બિઝનેસમેન છે મિતેષ પટેલ.
કોણ છે અમિત ચાવડા?
અમિત ચાવડા આંકલાવના ધારાસભ્ય છે. OBC સમાજનો અગ્રણી ચહેરો છે. સ્થાનિક સ્તરે એકંદરે સ્વીકૃત ચેહરો છે. નિર્વાદિત છબી અને મધ્ય ગુજરાતમાં પીઢ કોંગ્રેસીઓ સાથે નિકટતા છે. ઇશ્વર ચાવડાના પૌત્ર અને ભરતસિંહના પિતરાઇ ભાઇ છે.
જ્ઞાતિનું ગણિત શું?
આણંદ લોકસભા બેઠક પર ઠાકોર,ક્ષત્રિય,પરમાર,રાઠોડનું વર્ચસ્વ છે. ઠાકોર,ક્ષત્રિય,પરમાર,રાઠોડના 49 ટકા મતદારો છે. પાટીદારોનું વર્ચસ્વ 24 ટકા મતદારો સાથે બીજા ક્રમાંકે છે. લઘુમતિ સમાજ 21 ટકા તેમજ દલિત અને અન્યના 6 ટકા મતદારો છે.
આણંદ બેઠક પર કોનો દબદબો રહ્યો ?
વર્ષ – નામ – પક્ષ
1957 – મણિબેન પટેલ, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
1952 – નરેન્દ્રસિંહ મહિડા, સ્વતંત્ર પક્ષ
1967 – નરેન્દ્રસિંહ મહિડા, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
1971 – પ્રવિણસિંહ સોલંકી, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (ઓ)
1977 – અજીતસિંહ ડાભી, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
1980 – ઇશ્વરભાઇ ચાવડા, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
1984 – ઇશ્વરભાઇ ચાવડા, ભારતીય જનતા પાર્ટી
1989 – નટુભાઇ પટેલ. ભારતીય જનતા પાર્ટી
1991 – ઇશ્વરભાઇ ચાવડા. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
1996 – ઇશ્વરભાઇ ચાવડા. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
1998 – ઇશ્વરભાઇ ચાવડા. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
1999 – દિપકભાઇ પટેલ. ભારતીય જનતા પાર્ટી
2004 – ભરતસિંહ સોલંકી. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
2009 – ભરતસિંહ સોલંકી. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
2014 – દિલિપભાઇ પટેલ. ભારતીય જનતા પાર્ટી
2019 – મતિશ રમેશભાઇ પટેલ. ભારતીય જનતા પાર્ટી
આણંદ લોકસભામાં વિધાનસભા બેઠકો કેટલી?
- ખંભાત
- બોરસદ
- આંકલાવ
- ઉમરેઠ
- આણંદ
- પેટલાદ
- સોજીત્રા
આણંદ બેઠક પર કેટલું મતદાન થયું ?
આણંદ લોકસભા બેઠક પર આ વખતે 65.04 ટકા મતદાન થયું હતું. જેમાં ખંભાતની વાત કરીઓ તો ત્યાં 66.28 ટકા તો બોરસદમાં 64.42 ટકા, આંકલાવમાં 70.72 તેમજ ઉમરેઠમાં 63.14 ટકા, આણંદમાં 60.51 ટકા, પેટલાદમાં 67.16 ટકા, પેટલાદમાં 67.16 ટકા, સોજિત્રામાં 65.14 ટકા મતદાન નોંધાયું હતું.