- ઉમેદવારોએ નામાંકન પત્ર કલેકટર કચેરી ખાતે મોડામાં મોડું તારીખ 19 એપ્રિલ 2024 સુધીમાં ભરવાનું રહેશે
Loksabha Election: ભારતના ચૂંટણીપંચ દ્વારા જાહેર કરેલા કાર્યક્રમ અનુસાર ગુજરાત ના ૨૬,સંસદીય મતદાર વિસ્તારો માં 07.05.2024 ના રોજ લોકસભાની સામાન્ય ચૂંટણી યોજાનાર છે. જેમાં 02-બનાસકાંઠા સંસદીય મતદાર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર શ્રી વરુણકુમાર બરનવાલ દ્વારા બનાસકાંઠા સંસદીય મતદાર વિભાગ માટે ચૂંટણી નોટિસ જાહેર કરવામાં આવી છે. આ નોટિસ અનુસાર…
(1) 02- બનાસકાંઠા સંસદીય મતદાર વિભાગમાં સંસદ સભ્યની ચૂંટણી યોજવાની છે.
(2) ઉમેદવાર કે તેમના નામની દરખાસ્ત મૂકનાર પૈકી કોઇ એક વ્યક્તિ ચૂંટણી અધિકારી અને કલેકટર અને જિલ્લા ચૂંટણી અધિકારી, બનાસકાંઠા, પાલનપુરને પ્રથમ માળ, કલેકટરશ્રીની ચેમ્બર, કલેકટર કચેરી, “જોરાવર પેલેસ”, પાલનપુર, બનાસકાંઠા ખાતે અથવા મદદનીશ ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી, પાલનપુર, પ્રાંત અધિકારીશ્રીની ચેમ્બર, પ્રાંત કચેરી, કલેકટર કચેરી સામે, જોરાવર પેલેસ, પાલનપુર, બનાસકાંઠા ખાતે મોડામાં મોડું તા.19.04.2024, શુક્રવાર સુધીમાં કોઇપણ દિવસે (જાહેર રજાના દિવસ સિવાય) સવારના 11.00 વાગ્યાથી બપોરના 3.00 વાગ્યા સુધીમાં નામાંકન પત્રો પહોંચાડી શકશે.
(3) નામાંકન પત્રનાં ફોર્મ ઉપર દર્શાવેલ સ્થળે અને સમયે મળી શકશે.
(4) નામાંકન પત્રોની ચકાસણી ચૂંટણી અધિકારી અને કલેકટર બનાસકાંઠા, પાલનપુર ની કચેરી, પ્રથમ માળ, કલેકટરશ્રીની ચેમ્બર, કલેકટર કચેરી, “જોરાવર પેલેસ”, પાલનપુર, બનાસકાંઠા ખાતે તા.20.04.2024 (શનિવાર) ના રોજ સવારના 11.00 વાગ્યે હાથ ધરવામાં આવશે.
(5)ઉમેદવાર કે તેના નામની દરખાસ્ત મૂકનાર પૈકીની કોઇ એક વ્યકિત કે તેના ચૂંટણી એજન્ટ પૈકી જેઓને આ નોટિસ પહોંચતી કરવા ઉમેદવારે લિખિતરૂપે અધિકૃત કર્યા હોય તેવા તેઓ ઉમેદવારી પાછી ખેંચવા અંગેની નોટિસ ઉપરના ફકરા-(2) માં દર્શાવેલ અધિકારીઓમાંથી ગમે તે એક અધિકારીને તેમની કચેરીમાં તા.22.04.2024 (સોમવાર) ના રોજ બપોરના 3.00 વાગ્યા પહેલાં પહોંચાડી શકશે.
(6)ચૂંટણી લડાશે તો મતદાન તા.07.05.2024 (મંગળવાર) ના રોજ સવારના 7.00 થી સાંજના 6.00 કલાક વચ્ચે થશે. તેવું જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી બનાસકાંઠાની નોટિસમાં જણાવવામાં આવ્યું છે.