Gujarat News Update
Gujarat News: ગુજરાત સરકાર અને મહિલા બાળ વિકાસ વિભાગ દ્વારા મહિલા સશક્તિકરણ, સુરક્ષા અને સ્વાસ્થ્યના સૂત્રને સાર્થક કરવા માટે તારીખ ૧ થી ૮ ઓગસ્ટ સુધી નારી વંદન સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે.
બનાસકાંઠા જિલ્લામાં “નારી વંદન ઉત્સવ” સપ્તાહ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા પાલનપુર જિલ્લા પંચાયત હોલ ખાતે મહિલા કર્મયોગી દિવસ નિમિત્તે કાયદાકીય માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. Gujarat News જેમાં કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી અધિનિયમ ૨૦૧૩ વિશે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી.
Gujarat News આ કાર્યક્રમમાં જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના સેક્રેટરીશ્રી, જિલ્લા મહિલા અને બાળવિકાસ અધિકારીશ્રી, નાયબ પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી, આંગણવાડી બહેનો, શિક્ષકો, કર્મચારીઓ મોટી ઉપસ્થિત રહ્યા હતા