દીક્ષા નગરી સુરત મધ્યે અદભુત એવા જૈન શાસનના કાર્યો હંમેશા થતા જ રહે છે
ત્યારે જૈન નો ના મહાપર્વ પર્યુષણની પૂર્ણાહુતિ બાદ જૈન ધર્મના અગત્યના કરવા યોગ્ય કાર્ય જેમાંનું એક કાર્ય રથયાત્રા છે
અને સુરતના પાલ વિસ્તારના તમામ જૈન સંઘોને સાંકળીને
પૂજ્ય શાસ્ત્ર સંશોધક આચાર્ય શ્રી મુનિચંદ્ર સુરીશ્વરજી મહારાજા આદિ ઠાણાની પાવન નિશ્રામાં
આજ રોજ એટલે કે તારીખ 8 ઓક્ટોબરના રોજ વહેલી સવારે 8:૩0 કલાકે સમસ્ત પાલ જૈન સંઘની અદભુત રથયાત્રા યોજાઈ.
આ રથયાત્રા ઓમકાર સૂરિ આરાધના ભવન પાલથી શરૂ થઈ વાસુદર્શન, સીમંધર હાઈટ્સ, રાજહંસ એલીટા, સોમચિંતામણી, આચાર્ય મુનિચંદ્રસુરી સર્કલ, સુમેરુ, મણીભદ્ર, મધુવન સર્કલ, TGB હોટલ, વાત્સલ્ય, શાંતિદીપ થઈ રિઝન્ટ, આચાર્ય શ્રી રાજેન્દ્રસુરી સર્કલ, પિરામિડ, કુશલવાટિકા, સિદ્ધ ગિરી થઈ ફરી પરત ઓમકાર સૂરિ આરાધના ભવન પાલ ખાતે પૂર્ણાહુતિ થઈ.
Surat રથયાત્રા બાદ પધારેલ સર્વની સાધાર્મિક ભક્તિ યોજાઈ.
આરાધયાત્રામાં અનેક વિશેષણો હતા. જેમાંનું એક વિશેષણ ઇન્દ્ર મહારાજા બની દરેક સંઘના પ્રભુજીને પાલખીમાં ઉચકી અને સંઘના યુવાનો ચાલતા હતા. Jain sangh
સાથે સાથે પ્રભુજી નો સુંદર શણગારેલ રથ પણ દોરડા દ્વારા યુવાનો ખેચી રહ્યા હતા.
જૈન શાસનમાં એક સુંદર વાક્ય પ્રચલિત છે એ પંક્તિ અહી લાગુ પડતી લાગે છે
ત્યારે તમોને જેમણે જોયા હશે તે ધન્ય છે
આ રથયાત્રામાં મોટી સંખ્યામાં જૈનો જોડાયા અને શાસન પ્રભાવના કરી.
જૈનમ જયતિ શાસનમ.