ગિર વિસ્તારમાં દીપડાનો આતંક વધી રહ્યો છે. ગિરનારમાં લીલી પરિક્રમા દરમિયાન બાળકી પર દીપડાએ હુમલો કર્યો હતો. જે હુમલામાં 11 વર્ષીય બાળકીનું કમકમાટી ભર્યું મોત થયું છે. પરિક્રમાના રૂટ પર બનેલ દીપડાના હુમલાથી પોલીસ અને વનવિભાગ પણ સતર્ક થયું છે..
જૂનાગઢના લીલી પરિક્રમાના રૂટ પર દીપડાના હુમલાની ઘટના બની છે. બોરદેવી નજીક દીપડાએ પરિક્રમા દરમિયાન 11 વર્ષની પાયલ સાખન નામની બાળકી પર હુમલો કર્યો. દીપડાના હુમલામાં પાયલ સાખન નામની બાળકીનું મોત નિપજ્યું છે. પરિક્રમાના રૂટ પર બનેલ દીપડાના હુમલાથી પોલીસ અને વનવિભાગ પણ સતર્ક થયું છે.. ગિરનાર લીલી પરિક્રમા દરમિયાન બનેલી આ ઘટનાથી પરિવાર સહિત યાત્રામાં પણ શોકનું મોજુ ફરી વળ્યું છે.