PM Modi cabinet 2024: ભાજપના નેતા નરેન્દ્ર મોદીએ આજે સાંજે સતત ત્રીજી વખત ભારતના વડાપ્રધાન તરીકે શપથ લઈને ઈતિહાસ રચ્યો છે. મોદીની સાથે તેમની મંત્રી પરિષદના સભ્યોએ પણ શપથ લીધા હતા.
ગુજરાતના કેટલાક નેતાઓ અને સાંસદોએ પણ કેન્દ્રીય મંત્રી તરીકે શપથ લીધા હતા. આ સાંસદોમાં ગાંધીનગરના સાંસદ અમિત શાહ, પોરબંદરના સાંસદ મનસુખ માંડવિયા, ભાવનગરના સાંસદ નિમુબેન બાંભણિયા, નવસારીના સાંસદ અને ગુજરાત ભાજપના વડા સીઆર પાટીલ અને રાજ્યના રાજ્યસભાના સાંસદ એસ જયશંકરનો સમાવેશ થાય છે. તમને જણાવી દઈએ કે આ તમામ નેતાઓ આજે દિલ્હીમાં વડાપ્રધાનના નિવાસસ્થાને આયોજિત હાઈ ટીમાં પણ હાજર રહ્યા હતા.
ગુજરાતમાંથી કોને મળી તક?
સંસદીય | મતવિસ્તાર | રેન્ક | વિભાગનું નામ |
અમિત શાહ | ગાંધીનગર (ભાજપ) | કેબિનેટ મંત્રી | – |
એસ જયશંકર | ગુજરાત (ભાજપ) | કેબિનેટ મંત્રી | – |
મનસુખ માંડવિયા | પોરબંદર (ભાજપ) | કેબિનેટ મંત્રી | – |
સી.આર.પાટીલ | નવસારી (ભાજપ) | કેબિનેટ મંત્રી | – |
નીમુ બેન બાંભણિયા | ભાવનગર (ભાજપ) | રાજ્ય મંત્રી | – |