ભારત-પાકિસ્તાનના મેચને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને એક મહત્વનો નિર્ણય લીધો છે અને આ નિર્ણયથી અમદાવાદીઓ ખીલી ઉઠ્યા છે. મેટ્રોની સાથે AMTS બસના રુટમાં વધારો કરવામાં આવ્યો છે અને સ્ટેડિયમ આવવા-જવા માટેની 50 નવી બસ મુકાશે. મેચ પૂર્ણ થયા બાદ પણ AMTSની બસો દોડતી રહેશે જેથી મેચ જોયા બાદ લોકો સુરક્ષિત રીતે સીધા ઘરે પહોંચી શકે
AMCએ હાલમાં જ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સુધી વધારાની 50 એક્સ્ટ્રા બસ ચલાવવાનો નિર્ણય કર્યો છે. જેનો સમય સવારે 8:30થી રાત્રે 1 વાગ્યા સુધી AMTSની બસો દોડતી જોવા મળશે. આ બસો ના રૂટ આ મુજબ હશે અચેર ડેપોથી વાસણા, મણિનગર, નારોલ અને અચેર ડેપોથી ઉજાલા સર્કલ સુધી બસ ચલાવાશે જેથી દર્શકોને ઘરે પહોંચવામાં કોઈ તકલીફ ન પડે.
ટુર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચની રાહ ચાહકો આતુરતાથી જોઈ રહ્યા છે અને એ આતુરતા 14 ઓક્ટોબરે એટલે કે શનિવારે ખતમ થઇ જશે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં. આ સ્ટેડિયમમાં એક લાખથી વધુ દર્શકો હાજર રહેશે આ સ્ટેડિયમની ક્ષમતા લગભગ 1.30 લાખ દર્શકોની છે
આ મેચને ધ્યાનમાં રાખી અમદાવાદ છાવણીમાં ફેરવાઈ ગયું છે અને પહેલેથી જ મજબૂત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દીધી છે. અમદાવાદના પોલીસ કમિશનર અનુસાર 7 હજારથી વધુ પોલીસકર્મીઓ અને 4,000 જેટલા હોમગાર્ડ તૈનાત રહેશે તેમજ એનએસજી કમાન્ડો, રેપિડ એક્શન ફોર્સ અને હોમગાર્ડનો પણ સમાવેશ થાય છે