ગુજરાતમાં એમાં પણ અમદાવાદમાં કોરોનાની સ્થિતિ વધુ કફોડી બની છે.
જેના પરિણામ રૂપે AMCએે શનિવાર સાંજથી પાનના ગલ્લા તેમજ ચાની કીટલીઓ બંધ કરવાની કામગીરી શરૂ કરી હતી.
આજે જ્યારે ગુજરાતમાં રોજ 5000 જેટલા કોરોનાના કેસો સામે આવી રહ્યા છે. તેમાંથી મહત્તમ કેસો અમદાવાદ, સુરત અને રાજકોટ વગેરે જિલ્લાઓમાંથી આવી રહ્યા છે.
એવામાં શનિવાર સાંજથી AMCના સોલિડ વેસ્ટ મેનેજેન્ટ વિભાગ દ્વારા શનિવાર સાંજથી ચાની કીટલીઓ તેમજ પાનના ગલ્લા બંધ કરવાની કામગીરી શરૂ થઈ હતી
પરંતુ પ્રજાને કોઈ પણ પ્રકારની બીક લાગતી હોય તેમ લાગતું નથી. કેમકે ગુજરાત યુનિવર્સિટી પાસે આવેલ ઋતુરાજ ટી સ્ટોલ આજે રવિવારની સવારે ખુલ્લી જોવા મળી હતી. પરિણામે ત્યાં ભીડ જામી હતી.
એક બાજુ AMC ચાની લારી અને કિટલીઓ તેમજ પાનના ગલ્લાઓ બંધ કરાવી રહ્યું છે, ત્યાં બીજી બાજુ અમુક વિસ્તારના જાણીતા ટી સ્ટોલ ખુલ્લા જોવા મળ્યા હતા.
અહી નોંધપાત્ર છે કે ગુજરાતમાં 5000થી વધુ કેસો આવી રહ્યા છે. જેમાંથી અમદાવાદ, સુરત, રાજકોટ જેવા જિલ્લાઓCથી સૌથી વધારે કેસ આવી રહ્યા છે.
આવી પરિસ્થિતિમાં કેટલાક વિસ્તારોમાં લોકોએ સમજીને સ્વૈચ્છિક લોકડાઉન લગાડ્યું છે જ્યારે બીજી તરફ જાણે કોઈને કંઈ ચિંતા નથી તેમ કોર્પોરેશન દ્વારા અપાયેલ આદેશોના ઉલ્લંઘન કરી રહ્યા છે.
કોરોનાની ગંભીરતા સમજીને જાતે યોગ્ય પગલાં લેવાના સમયે, લોકો તેનાથી ઉલટું કરી રહ્યા છે એવું જોવા મળી રહ્યું છે. આવી પરિસ્થિતિમાં કોરોનાની પરિસ્થિતિ વધુ વણસે કો કોઈ નવાઈ નહીં લાગે!!