ખેલૈયાઓ માટે અંબાલાલ પટેલની મોટી આગાહી. મેઘરાજા નવરાત્રિની મજા બગાડશે. 17,18,19 ઓક્ટોબરે ગુજરાતમાં વરસાદની આગાહી છે. આ દિવસોમાં નવરાત્રિ છે. આ દિવસોમાં ઉત્તર અને મધ્યગુજરાતના ભાગોમાં વરસાદની આગાહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે ગુજરાતમાં વરસાદની આગાહી છે. 12 ઓક્ટોબરે અરબસાગરમાં હાઈપ્રેશર બનશે. 20 ઓક્ટોબર બાદ બંગાળના ઉપસાગરમાં ચક્રવાતની શક્યતા છે. 16 થી 24 નવેમ્બરમાં બંગાળના ઉપસાગરમાં ચક્રવાતની શક્યતા છે.
આજે દ્વારકા સહિતના જિલ્લાઓમાં 35 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે મંગળવારે રાજ્યમાં વાદળછાયુ વાતાવરણ રહે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તેમજ આગાહીકાર અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે. તેમની આગાહી અનુસાર રાજ્યમાં 7 થી 10 ઓક્ટોબર દેશમાં પહેલી હિમ વર્ષા થવાની સંભાવના વ્યક્ત કરી છે. જેના પગલે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહે તેવી સંભાવના છે. આ સાથે અંબાલાલ પટેલે નવરાત્રી દરમ્યાન વરસાદની સંભાવના પણ વ્યક્ત કરી છે.
12 ઓક્ટોબરે આરબ સાગરમાં હાઇપ્રેશર બનશે. 20 ઓક્ટોબર બાદ બંગાળના ઉપસાગરમા ચક્રવાતની શક્યતા છે. પૂર્વીય દેશો તરફથી આવતા ચક્રવાતના આવશેષ રૂપે બંગળાની ખાડીમાં હલચલ રહેશે. 16-24 નવેમ્બરમાં પણ બંગાળના ઉપસાગરમા ચક્રવાતની શક્યતા છે.
આસામના આ સૂકા અને ઠંડા પવનો ભટકાઇ પડે છે. જેના કારણે ખબર લઇ નાંખે તેવા ચક્રવાત થશે. જેના કારણે આ વરસાદ મોસમી પવનોથી થાય છે. 10 તારીખ પછી હવે જે ચક્રવાત થશે તે બંગાળ ઉપસાગરમાં ખબર લઇ નાંખે તેવા હશે. વાવાઝોડું ઉલટાતું જશે તેમ તેમ બંગાળના ઉપસાગરમાં ચક્રવાત બનતા જશે
17 ઓક્ટોબરે નવરાત્રિમાં ગુજરાતમાં વરસાદ ત્રાટકશે. ઉત્તર અને મધ્ય ગુજરાતનાં ભાગોમાં વરસાદની શક્યતા છે. 18-19 ઓક્ટોબરે ગુજરાતમાં વરસાદ રહેશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વરસાદની શક્યતા છે. 13-14-15 ઓક્ટોબરે ગુજરાતમાં વાદળવાયુ વાતાવરણ રહેશે.
ગુજરાતના અનેક ભાગોમાં થશે વરસાદ, જાણો અંબાલાલ પટેલે કેમ કહ્યું, ‘વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જબરું છે’
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે, ’17થી 20 ઓક્ટોબરમાં ભારે સાયક્લોન સર્જાશે. જે 18થી 24 તારીખમાં સક્રિય થશે જેની અસર ડિસેમ્બર સુધી થશે’