Gujarat Weather : દેશભરમાં હાલે શિયાળાની મોસમ ચાલી રહી છે પરંતુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કહો કે સાઈક્લોનિક સર્ક્યુલેશન ને કારણે બધી જ ઋતુનો અનુભવ લોકો કરી રહ્યા છે.
આવા સમયે લોકો હવામાન વિભાગની આગાહી કરતાં અંબાલાલ ની આગાહી પર વધુ દારોમદાર રાખતા હોય છે
હાલમાં દિવસ માં ત્રણેય ઋતુ નો અનુભવ લોકોને થઈ રહ્યો છે સવારે ઠંડી, બપોરે ગરમી તો ક્યારેક સાંજે આવી ચડે છે મેધ રાજા,
ત્યારે વધુ એક વાર ગુજરાત ના જાણીતા હવામાન આગાહીકાર અંબાલાલ પટેલ ની હાડ ધ્રુજાવી દેનારી આગાહી સામે આવી છે.
આગાહીકાર અંબાલાલ પટેલે Weather Forcaster Ambalal Patel જણાવ્યું છે કે, આગામી દિવસોમાં ગુજરાતના વાતાવરણમાં મોટા ફેરફાર થઈ શકે છે. ગઈ કાલે અમદાવાદમાં 17.4 ડિગ્રી, ડિસામાં 14.6, રાજકોટ Rajkot માં 16.6, વડોદરા Vadodara માં 17.8 ડિગ્રી, સુરત Surat માં 21.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
તો આગામી ત્રણ દિવસમાં ગુજરાત ના તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અને ઠંડીની વાત કરીએ તો નલિયા Naliya માં 10.5 ડિગ્રી સાથે સૌથી ઠંડું શહેર રહેવા પામ્યું હતુ. જ્યારે ડીસા Deesa માં 14.6 ડિગ્રી તાપમાન રહ્યું. જ્યારે અમદાવાદ Ahmedabad માં 17.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
આગામી 22 ડિસેમ્બર 2023 બાદ ઉત્તર ભારતના પર્વતીય વિસ્તાર માં બરફ વર્ષા સાથે માવઠું થઈ શકે જેની ઠંડી ની અસર ગુજરાતમાં જોવા મળશે.
જેને લઈને ગુજરાતના કેટલાંક ભાગો માં કરા, વાદળછાયું વાતાવરણ તેમજ ગાજવીજ સાથે વરસાદ થઈ શકે.
અંબાલાલ પટેલની અને હવામાન વિભાગ Meteorological Department ની આ આગાહીથી ગુજરાત ના ખેડૂતો ની દશા બેસી જશે. ભૂતકાળના માવઠા Mawtha નો માર ખાઈને ભાગી પડેલા ગુજરાત ના ખેડૂત Farmer Of Gujarat વર્ગ પર જો આ આગાહી સાચી પડશે તો પડતા પર પાટુ સમાન સાબિત થઈ શકે છે.
સાથે જ અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, ગુજરાત Gujarat માં હાલમાં વેસટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે માવઠાની પરીસ્થિતિ પાછી ઠેલાઈ શકે છે પરંતુ આગામી દિવસોમાં માવઠું પડી શકે છે તેની આગામી તૈયારી ખેડૂતો એ રાખવી પડશે. Western Disturbance અસર ઓછી થતાં ડિસેમ્બર મહિના ના અંત માં માવઠાની શક્યતા છે.
જોકે અંબાલાલ પટેલ Ambalal Patel ના જણાવ્યા મુજબ ડિસેમ્બર December પૂરો થતાં કાતિલ ઠંડીનો દોર શરૂ થશે. અને આ વર્ષે ફેબ્રુઆરી February સુધી ઠંડીની ભારેખમ અસર જોવાતી રહેશે.
જો ભારે ઠંડી પડશે તો ચીન China અને યૂરોપ Europe માં અસર બતાવી રહેલ નવો ન્યુમોનિયા Covid SubVariant પણ ભારત India માં તરખાટ મચાવી શકે છે
ઉત્તરાખંડમાં હિમવર્ષા, મેદાની વિસ્તારોમાં પણ ઠંડીમાં વધી
જો તમે શરદી આવતાં જ ફ્લૂનો શિકાર બની જાઓ છો, તો આ 5 ઉકાળો તમને શરદી અને ઉધરસથી તરત જ રાહત આપશે.