Weather Update: જાણીતા હવામાન આગાહીકાર અંબાલાલ પટેલ દ્વારા આગામી દિવસોમાં વાતાવરણ કેવું રહેશે એ અંગેની આગાહી કરતા જણાવ્યું કે આગામી દિવસોમાં કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે જયારે કેટલાક વિસ્તારોમાં વાતાવરણ સૂકું રહેશે.
આગામી કેટલાક દિવસો હવામાન રહેશે સુકું જેને લઈને ગરમી માં વધારો જોવાઈ શકે છે.
ગુજરાતમાં ઘણા વિસ્તારોમાં કેટલાક દિવસોથી તાપમાનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, કેટલાક વિસ્તારોમાં પવન ચાલી રહ્યો છે જેને લઈને લોકોને ગરમીથી થોડી રાહત મળી છે. એવામાં હવામાન વિભાગ અને અંબાલાલ પટેલ દ્વારા કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર, રાજ્યમાં સૌરાષ્ટ્ર-કચ્છ સહિત ગુજરાતના તમામ જિલ્લાઓ તથા દીવ, દમણ, દાદરા નગર હવેલીમાં 7 જૂન સુધી વાતાવરણ સુકું રહેશે.
આ પછી રાજ્યમાં દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, નવસારી, વલસાડ સહિતના જિલ્લાઓમાં તેમજ દમણ, દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે ભારે થી મધ્યમ વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. જયારે બીજા જિલ્લાઓમાં વાતાવણ સુકું રહેશે.
રાજ્ય ના આ જિલ્લાઓમાં થશે વરસાદ
રાજ્યમાં આગામી સપ્તાહ માં અરવલ્લી, દાહોદ, મહિસાગર, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ અને સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ અને દીવમાં છૂટોછવાયો વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.આગામી સપ્તાહ પછી હળવો થી મધ્યમ વરસાદ થવાની આગાહીતારીખ 9 જુન પછી ગુજરાતના અરવલ્લી, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ તેમજ ગાજવીજ સાથે ભારે વરસાદ થવાની આગાહી અંબાલાલ પટેલે કરી છે.હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે, 11 જુનના દિવસે દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાતમાં અરવલ્લી, પંચમહાલ, દાહોદ અને મહિસાગર સહિત સૌરાષ્ટ્ર માં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ અથવા ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે