અત્યારે સમગ્ર ગુજરાતમાં નવરાત્રીની ધૂમ ચાલી રહી છે, ઠેર ઠેર ખૈલાયાઓ ગરબાની રમઝટ જમાવી રહ્યાં છે, નવરાત્રી હિન્દુઓનો પવિત્ર તહેવાર છે, આ હિન્દુ તહેવારોમાં હિન્દુ અને મુસ્લિમોની એકતા અને કોમી એખલાસના દર્શન વડોદરામાં થયા છે. ગઇ કાલે ત્રીજા નોરતે વડોદરામાં એક એવી ઘટના ઘટી જેમાં હિન્દુ અને મુસ્લિમની કોમી એકતા જોવા મળી હતી.
આ દરમિયાન તાડફળિયા વિસ્તારના ગરબા મહોત્સવમાં કોમી એખલાસ જોવા મળ્યો હતો, 60 વર્ષીય હૂસેન કોલીવાલાનું રાત્રે 10 વાગે અવસાન થયુ હતુ, જે પછી તેમની અંતિમ યાત્રા પણ રાત્રે જ કાઢવામાં આવી હતી, આ દરમિયાન તાડફળિયા વિસ્તારના ગરબા મહોત્સવમાં કોમી એખલાસ જોવા મળ્યો હતો, જ્યારે હૂસેન કોલીવાલાની અંતિમ યાત્રા નીકળી તો તાડફળિયા શેરી ગરબામાં મુસ્લિમ અગ્રણીના જનાજાને શ્રદ્ધાંજલિ સાથે વિદાય આપવા માટે ગરબાની રમઝટને 30 મિનીટ માટે રોકી દેવામાં આવી હતી.
ખાસ વાત છે કે, છેલ્લા 50 વર્ષથી આ વિસ્તારમાં હિન્દુ અને મુસ્લિમ સમાજ એકસાથે તહેવારોની ઉજવણી કરી રહ્યાં છે.