AHNA સેક્રેટરીનું રાજીનામું : સંકટ સમયે તંત્ર દ્વારા હોસ્પિટલોને મદદ ન મળે તો મારું પદ શું કામનું, દર્દીઓને કેવી રીતે બચાવીએ:
ગુજરાતમાં કોરોનાની સ્થિતિ વણસી છે ત્યારે એક માઠાસમાચાર સામે આવ્યા છે.
AMCના વલણથી નારાજ AHNAના સેક્રેટરી ડો. વિરેન શાહે રાજીનામું આપી દીધુ છે.
હોસ્પિટલોની સમસ્યાઓનું નિરાકરણ ન આવતા રાજીનામુ આપી દીધુ છે.
ખાનગી કોવિડ હોસ્પિટલો માટે અવાજ ઉઠાવ્યો હતો.
મ્યુનિસિપલ કમિશનરને મુશ્કેલીઓ અંગે રજૂઆત પણ કરી હતી.
ડો.વિરેન શાહે જણાવ્યુ હતુ કે, AHNA હવેથી હોમ કેર દર્દીઓની સારવાર નહી કરી.
શું પડી રહી હતી હાલાકી?
AHNA સેક્રેટરી ડોય વિરેન શાહે જણાવ્યું હતુ કે, ઓક્સિજન, રેમડેસિવિર મામલે સંતોષકારક જવાબ ન મળતા રાજીનામુ આપવુ પડી રહ્યુ છે.
AHNAને રેમડેસિવિર ઇન્જેક્શન નહી આપે.
15 એપ્રિલથી રેમડેસિવિરનો જથ્થો AHNAને આપવાનું AMCએ બંધ કર્યું છે.
રેમડેસિવિર ઇન્જેક્શન ના મળવાથી સ્થિતિ વિકટ બનશે.
મનપાનું વલણ ખૂબ જ ખરાબ છે આમાં કામ કેવી રીતે કરવું?
ગુજરાતમાં કોરોનાની સ્થિતિ
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 12,206 નવા કેસ નોંધાયા છે
તો સંક્રમણના કારણે 121 લોકોના મોત નિપજ્યા છે.
આ સાથે જ 4,339 દર્દીઓ સાજા થયાં છે.
આ સાથે જ અત્યાર સુધીમાં 3,46,063 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે.
છેલ્લા 24 કલાકમાં 121 દર્દીઓના મોતથી ખળભળાટ
ઉલ્લેખનીય છે કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 121 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે.
આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 5615 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે.
ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે તો
સાથોસાથ મૃત્યુનો આંકડો પણ દિવસેને દિવસે વધી રહ્યો છે.
રાજ્યમાં હાલ 353 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 76,500 પર પહોંચ્યો છે.
આ 2 જિલ્લાઓમાં ચિંતા વધી
કોરોનાનો પ્રકોપ દરરોજ વધી રહ્યો છે.
ત્યારે ગત 24 કલાકમાં નોંધાયેલા કોરોનાના કેસમાં અમદાવાદ સુરત બાદ રાજકોટ જિલ્લામાં ચિંતાજનક આંકડો નોંધાયો છે.
રાજકોટમાં ગત 24 કલાક દરમિયાન 764 કેસ અને ગ્રામ્યમાં 86 કેસ તો
આ તરફ ઉત્તર ગુજરાતના મહેસાણામાં પણ કોરોના કહેર જોવા મળી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે.
ગત 24 કલાકમાં અહીં 485 નવા કેસ નોંધાયા હતા.
સુરત અને અમદાવાદમાં કોરોના બેકાબૂ
ગુજરાતમાં રસીકરણની કામગીરી ચાલુ હોવા છતાં બીજી તરફ પરિસ્થિતિ બેફામ છે.
કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે.
અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 4631 કેસ તો અમદાવાદ ગ્રામ્યમાં 60 કેસ નોંધાયા છે.
જ્યારે સુરત શહેરમાં 1553 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 375 કેસ નોંધાયા છે.
વડોદરા શહેરમાં 460 કેસ, જ્યારે ગ્રામ્યમાં 165 કેસ નોંધાયા.
રાજકોટ શહેરમાં 764 કેસ અને ગ્રામ્યમાં 86 કેસ નોંધાયા છે.