Ahemdabad News: ધોમધખતી ગરમીથી અમદાવાદને બચાવવા માટે હવે AMCએ કમર કસી છે.. અમદાવાદમાં હવે વૃક્ષોની ગણતરી કરવામાં આવશે..અને ત્યાર બાદ કરવામાં આવશે વૃક્ષોનું પ્લાન્ટેશન.. અમદાવાદને હરિયાળું બનાવવાનું સ્વપ્ન છે.
વાહનો, ફેક્ટરીઓનાં ધુમાડાથી એક તરફ વાયુ પ્રદૂષણ વધી રહ્યું છે. વિકાસની હરિફાઈમાં શહેરોમાં કોંક્રિટની બિલ્ડીંગો વધી રહી છે. સામે જંગલો નાશ પામી રહ્યા છે. ત્યારે હવે એએમસી એ પર્યાવરણનું જતન કરવા પહેલ કરી છે. એએમસી અમદાવાદમાં ક્યાં ઝોનમાં કેટલા વૃક્ષો છે. તેની ગણતરી કરાવાશે. અને ત્યાર બાદ આ વૃક્ષોને ટેગીંગ કરવામાં આવશે. વૃક્ષોની ગણતરી માટે ટેન્ડર પ્રક્રિયા પણ પૂર્ણ કરી દેવામાં આવી છે. વૃક્ષોની ગણતરી બાદ શહેરમાં ક્યાં ઝોનમાં કેટલું ગ્રીન કવચ છે. એ પણ જાણી શકાશે.
હરિયાળું બનશે અમદાવાદ
અમદાવાદ શહેરમાં વૃક્ષોની પ્રથમવાર ગણતરી થવા જઈ રહી છે. શહેરમાં વોર્ડ વાઈઝ વૃક્ષોની ગણતરી કરવામાં આવશે. વૃક્ષોને યુનિક નંબર પણ આપવામાં આવશે. વૃક્ષો પર ટેગ લગાવવામાં આવશે. જેથી મંજૂરી વિના આ વૃક્ષોને કોઈ કાપી શકે નહી. અને જો કાપશે તો કાયદેસરની કાર્યવાહી થશે. વૃક્ષોની ગણતરીથી અમદાવાદનું ગ્રીન કવચ જાણી શકાશે. ગરમીનું પ્રમાણ ઘટાડવા માટે એએમસીએ આ કામગીરી શરૂ કરી છે.
અમદાવાદમાં થશે વૃક્ષોની ગણતરી
એએમસી દ્વારા ન માત્ર વૃક્ષોની ગણતરી પણ એએમસી દ્વારા શહેરમાં નવા વૃક્ષોનું પ્લાન્ટેશન પણ કરાશે. સાથે જ જે વૃક્ષો હયાત છે તેની કાળજી પણ રાખવામાં આવશે. અમદાવાદને ગ્રીન કવચ પુરૂ પાડવા માટે વિશેષ પોલિસી પણ બનાવવામાં આવશે.
અમદાવાદને મળશે ગ્રીન કવચ
અમદાવાદ શહેરમાં ગ્રીન કવચ તૈયાર થયા બાદ શહેરમાં વરસાદનું પ્રમાણ પણ વધશે
અમદાવાદ શહેરમાં ગ્રીન કવચ તૈયાર થયા બાદ શહેરમાં વરસાદનું પ્રમાણ પણ વધશે. સાથે જ ગરમીમાં પણ મહદઅંશે ઘટાડો થશે. શહેરમાં ડામરનાં રોડ અને કોંક્રિટ તેમજ કાચની બિલ્ડીંગો તેમજ એસીના કારણે ગરમીમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે શહેરનું તાપમાન નીચું લાવવા માટે આ પ્રયાસો થઈ રહ્યા છે. વૃક્ષોનું પ્રમાણ વધવાથી ન માત્ર ગરમીથી રાહત મળશે. પણ વરસાદ વધવાથી ભૂગર્ભ જળ પણ ઉંચું આવશે.