Lok Sabha Election 2024: આજે લોકસભા ચૂંટણી 2024નું પરિણામ જાહેર થઇ રહ્યું છે. ભારતીય જનતા પાર્ટીએ હસમુખ પટેલને ફરીથી મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે કોંગ્રેસે આ વખતે હિંમતસિંહ પટેલને ટિકિટ આપી છે. ત્યારે આજે જનતાએ કોના પર પસંદગી ઉતારી છે તેનો નિર્ણય આવશે.
- ભાજપના ઉમેદવાર હસમુખ પટેલ 239514 મતથી આગળ
- ભાજપના ઉમેદવાર હસમુખ પટેલ 218361 મતથી આગળ
- હસમુખ પટેલ 154469 મતથી આગળ
- ભાજપના ઉમેદવાર હસમુખ પટેલ 50503 મતથી આગળ
- ભાજપ ઉમેદવાર હસમુખ પટેલ 26256 મતથી આગળ
- ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હસમુખ પટેલ 9586 મતથી આગળ
અમદાવાદ ઇસ્ટ લોકસભા બેઠકમાં 2024માં કેટલું થયું મતદાન
2024માં અમદાવાદ ઇસ્ટ બેઠક થયેલા મતદાનની વાત કરીએ તો આ બેઠક પર 54.72 % મતદાન થયું છે. જેમાં દહેગામ વિધાનસભા ક્ષેત્રમાં 54.56 %, ગાંધીનગર સાઉથમાં 58.56 %, વટવામાં 55.07 %, નિકોલમાં 55.08 %, નરોડામાં 50.61 %, ઠક્કરબાપા નગરમાં 53.93 % અને બાપુનગરમાં 53.34 % મતદાન થયું છે.
શું હતી 2019ની સ્થિતિ
2019ની ગુજરાત લોકસભાની ચૂંટણીમાં અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પર 61.29 % મતદાન થયું હતું. જેમાં દહેગામમાં 60.6 %, ગાંધીનગર સાઉથમાં 64.55 %, વટવામાં 61.82 %, નિકોલમાં 61.98 %, ઠક્કરબાપા નગરમાં 61.44 % અને બાપુનગરમાં 58.92 % મતદાન થયું હતું. ભાજપે આ ચૂંટણીમાં હસમુખ પટેલને ટિકિટ આપી હતી. જેની સામે કોંગ્રેસે ગીતાબેન પટેલને ઉભા રાખ્યા હતા. હસમુખ પટેલને 749834 મત મળ્યા હતા. જ્યારે ગીતાબેન પટેલને 315504 મત મળ્યા હતા. હસમુખ પટેલનો 434330 મતના માર્જીનથી વિજય થયો હતો.