અમદાવાદ માં 200 જેટલા સાયકલલિસ્ટસની ટ્રાફિક અવેરનેસ રેલી
તારીખ ૨૯.૧૧.૨૦૨૪ શનિવાર ના રોજ અમદાવાદ ના અલગ અલગ સાયકલિંગ ગ્રૂપ્સ માંથી અંદાજિત ૨૦૦ જેટલા સાયકલિસ્ટસ સવારે ગોટીલા ગાર્ડન ખાતે ૦૬.૩૦ વાગે ભેગા થયીને ૨૫ કિલોમીટર ની રેલી કરી હતી
રેલી કરવાનો મુખ્ય ઉદેશ એકજ હતો કે અમદાવાદ માં લોકો માં ટ્રાફિક અવેરનેસ આવે તે માટે સાયલિસ્ટ્સ માટે અલગ ટ્રેક સરકાર પાસે માંગણી કરી છે, ભારત દેશ માં અત્યારે ફક્ત હૈદરાબાદ ખાતે પ્રથમ સાયકલિંગ ટ્રેક છે જે ૨૫ કિલોમીટર લાંબો છે અને સોલાર રૂફ તથા બંને બાજુએ ડિવાઈડર ફિટિંગ સાથે બનાવેલ છે જે સાયકલિસ્ટ માટે પુરેપુરો સેફટી ટ્રેક છે.
થોડા સમય પહેલા એસજી હાઇવે પર એક કાર ચાલકે બે ડોક્ટર સાયકલલિસ્ટ ને હીટ એન્ડ રનથી ફંગોળા હતા જેને લઈને સાયકલિંગ ગ્રુપ દ્વારા આરોપીની ધરપકડ ની માંગણી કરવામાં આવી તેમજ સાયકલિંગ માટે એવા ટ્રેક ની માંગણી કરાઇ કે જેથી હિટ એન્ડ રન ના બનાવો ઓછા બને, સાયકલિસ્ટો પોતાની હેલથ ફિટનેસ ની તૈયારી બરાબર કરી શકે.
જોકે આ રેલીના ગણતરી ના કલાકો માં એલ.સી.બી. ઝોન ૧ તથા એસ.જી-૧ ટ્રાફિક પોલીસે એસ.જી.હાઇવે પર જે કારચાલકે બે ડૉક્ટર સાયકલોસ્ટો ને હિટ એન્ડ રન થી ફંગોળ્યા હતા તેને સીસીટીવી ના આધારે ઉદયપુરથી પકડી પાડી હતી તેનું નામ પરમ વોરા હતું તેની SUV ગાડી નો નંબર GJ .૦૧.WC .૯૩૯૩ હતો .
આ રેલી ગોટીલા ગાર્ડન થી પકવાન, પકવાન થી વૈષ્ણોદેવી સકર્લ, અને ત્યાંથી રીટર્ન ગોટીલા ગાર્ડન સુધીની હતી. જેમાં સમગ્ર અમદાવાદના વિવિધ સાયકલિંગ ગ્રુપના લોકો જોડાયા અને લોકોને ટ્રાફિક અવેરનેસ થાય તે માટેનો પ્રયત્ન કર્યો.