ભાવનગરમાં વ્યાજખોરના ત્રાસથી વધુ એક વ્યક્તિએ મોતને વહાલું કર્યું છે. ભાવનગર Bhavnagar ના ઘોઘા રોડ કૈલાસ સોસાયટીમાં રહેતા મનસુખભાઈ બારૈયા Mansukhbhai Baraiya એ વ્યાજખોરના ત્રાસથી જલદ એસિડ ગટગટાવીને મોતને વહાલું કર્યું છે.
થોડા સમય પહેલા રાજ્ય ગૃહ મંત્રી હર્ષભાઈ સંઘવી Harsh Sanghvi એ વ્યાજખોરો ના ત્રાસ ને ડામવા મોટા પાયે પ્રયત્ન કરેલ અને ગુજરાત પોલીસ Gujarat Police ના સહયોગ થી થોડા ઘણા અંશે સફળતા પણ મળેલ પરંતુ ફરીથી વ્યાજખોરો નો આતંક વધી રહ્યો છે.
ભાવનગર શહેરમાં વ્યાજખોર Usury ના ત્રાસથી વધુ એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે .શહેરના ઘોઘા રોડ કૈલાસ સોસાયટીમાં રહેતા મનસુખભાઈ બારૈયા નામના વ્યક્તિએ વ્યાજ ખોરના ત્રાસથી એસિડ ગટગટાવીને જીવન ટૂંકાવ્યું. મનસુખભાઈ બારૈયા એ 4 વર્ષ પહેલા 2,80,000/- રૂપિયા વ્યાજ પેટે લીધા હતા, જેની સામે 11 લાખ રૂપિયાની માંગણી સાથે વ્યાજખોરે ત્રાહિત મનસુખભાઈ બારૈયા ની જમીન Land Grabbing પચાવી પાડી.
મળતી માહિતી મુજબ વ્યાજ ખોરે જમીન પચાવી પડતાં મનસુખભાઈ બારૈયાએ આ ઘટનાની ફરિયાદ પણ કરી હતી.
મનસુખભાઇ દ્વારા ફરિયાદ કરતાં હોઈદડ ગામના વ્યાજખોર પિતા અને પુત્ર સામત ભાઈ ખરગસીયા અને જેયશ ખરગસીયા વિરુદ્ધ પોલીસે તપાસ હાથ ધરી છે. Bhavnagar Police પરંતુ ભાવનગરમાં કાયદાના ડર વગર બેફામ રીતે વ્યાજખોરો પઠાણી વસૂલી કરતા હોય તેવા આ કિસ્સા માં આખરે ત્રાહિત વ્યક્તિ મનસુખભાઈ બારૈયાએ વ્યાજખોરોના અસહ્ય ત્રાસ થી મોતને વહાલું કરવું પડ્યું. અને તેમનો પરિવાર રઝળી પડ્યો. without fear of the law