નકલી આઇએએસ અને આઇપીએસ અધિકારી, નકલી પોલીસ, નકલી સરકારી કચેરી, નકલી સિરપના સમાચારો તમે વાંચી લીધા છે પણ આજે અમે નવો પર્દાફાશ કરવા જઇ રહ્યા છે. જુનાગઢમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં ધારાસભ્યનો નકલી PA બાદ હવે નકલી DYSP ઝડપાયો છે. વિનીત બંસીલાલ દવે નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે. નકલી ID સાથે રોફ જમાવતો હતો એટલું જ નહીં તેણે અંદાજિત રૂપિયા 2.11 કરોડની છેતરપિંડી આચરી છે.
પોલીસ ખાતામાં નોકરી અપાવીને લોકોને છેતર્યા હોવાનું સામે જાણવામાં આવ્યું છે.જ્યુડિશિયલ કોર્ટમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવે છે. ચાલુ કોન્સ્ટેબલની નોકરી કરતા બે કર્મચારીના આઈકાર્ડ પણ મળ્યા છે. પોલીસ કર્મચારીઓના કાર્ડ ઉપર પોતાનો ફોટો લગાવી રોફ જમાવતો હતો.
ઉલ્લેખનીય છે કે અંદાજિત રૂપિયા 2.11 કરોડની છેતરપિંડી આચરી છે. પોલીસ ખાતામાં નોકરી અપાવીને લોકોને છેતર્યા છે. વિનીત બંસીલાલ દવે જ્યુડિશિયલ કોર્ટમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવે છે. ચાલુ કોન્સ્ટેબલની નોકરી કરતા બે કર્મચારીના આઈકાર્ડ મળ્યા છે. પોલીસ કર્મચારીઓના કાર્ડ ઉપર પોતાનો ફોટો લગાવી રોફ જમાવતો હતો. જેમાં પોલીસ ખાતામાં નોકરી અપાવાની લાલચ આપી લોકોને છેતર્યા છે.