અંબાજીમાં મંદિરમાં પ્રસાદમાં મળતો મોહનથાળ ફરી એકવાર વિવાદમાં આવ્યો છે.
આ વખતે ભાદરવી પૂનમના મેળામાં લાખોની સંખ્યામાં ભક્તોએ માંના દર્શન કરીને મોહનથાળનો પ્રસાદ લીધો હતો,
હવે આ મોહનથાળના પ્રસાદ અંગે મોટા સમાચાર સામે આવ્યા છે.
ફૂડ વિભાગ દ્વારા અંબાજીમાંથી લેવામાં આવેલા ફૂડ સેમ્પલ ફેઇલ થયા છે.
ખાસ વાત છે, જે ઘીના ડબ્બાના સેમ્પલ ફેઇલ થયા છે તેનો સંબંધ અંબાજીના મોહનથાળના પ્રસાદ સાથે છે. અંબાજીમાં માં અંબાના પ્રસાદમાં પણ ગોલમાલ થઇ હોવાની રાડ ઉઠી છે.
મોહનથાળ માટે વપરાતા ઘીના સેમ્પલ ફેઇલ થયા છે.
મળતી માહિતી પ્રમાણે, અંબાજીમાંથી ફૂડ વિભાગે થોડાક દિવસો પહેલા લીધેલા ઘીના સેમ્પલ ફેઇલ થયા છે. ભાદરવી મેળા અગાઉ ફૂડ વિભાગે આ તમામ સેમ્પલ લીધા હતા.
ખાસ વાત છે કે, ફૂડ વિભાગે ભાદરવી પૂનમના મેળા અગાઉ જ અંબાજીના મોહિની કેટટર્સમાંથી ઘીના સેમ્પલ લીધા હતા, ફૂડ વિભાગે અહીંથી 180 ઘીના ડબ્બા સીઝ કર્યા હતા, અને સેમ્પલને પરીક્ષણ માટે મોકલાયા હતા, જે સેમ્પલ ફેઇલ થયા છે.
મોહિની કેટરર્સ અંબાજી મંદિરના મોહનથાળનો પ્રસાદ બનાવે છે.
પ્રસાદ તૈયાર કરનાર મોહિની કેટરર્સ પર ગંભીર આરોપ લાગ્યા છે. મોહનથાળના પ્રસાદમાં વપરાયેલા ઘી પર સવાલો ઉઠ્યા છે. પ્રસાદમાં વપરાયેલ ઘીના સેમ્પલ થયા ફેઈલ થયા છે.
મળતી માહિતી મુજબ 15 મી સપ્ટેમ્બર નાં રોજ નમૂના ફેલ થયા છે એવો રિપોર્ટ આવી ગયો હોવા છતા આટલી ગંભીર બાબત આજ દિવસ સૂધી કેમ છુપાવવા માં આવી ભાવિક ભક્તોમાં ચર્ચાનો વિષય બન્યો હતો પરંતુ પ્રસાદની ગુણવત્તાને લઈ વહેતા થયેલા સમાચારો સંદર્ભે મંદિર ટ્રસ્ટે કરી સ્પષ્ટતા જેમાં જણાવવામાં આવ્યું કે શક્તિપીઠ અંબાજી ખાતે તા.23 થી 29 સપ્ટેમ્બર, 2023 દરમિયાન ભાદરવી પૂનમનો મહામેળો આયોજિત થયો હતો. જેમાં લાખોની સંખ્યામાં આવતા શ્રદ્ધાળુઓને ગુણવત્તાયુક્ત મોહનથાળનો પ્રસાદ મળી રહે એ માટે આયોજન કરાયેલ હતું.
આ મેળા દરમિયાન પ્રસાદની માંગને પહોંચી વળવા એજન્સી દ્વારા મોટા પ્રમાણમાં ઘીનો જથ્થો સ્ટોક કરવામાં આવે છે.
આ જથ્થામાંથી 28 ઓગષ્ટ, 2023 ના રોજ કેટલાંક સેમ્પલ લેવામાં આવ્યાં હતાં.
જે 15 સપ્ટેમ્બર, 2023 ના રોજ આવેલ પરિણામોમાં ફેલ થયા હતાં.
તેથી, ઘીના આ સમગ્ર જથ્થાને બાકાત કરવામાં આવ્યો હતો અને એનો પ્રસાદમાં ઉપયોગ કરવામાં આવ્યો ન હતો.
ત્યારબાદ બનાસ ડેરીમાંથી ઘી લાવીને તેનો પ્રસાદમાં ઉપયોગ થયો હતો.
ભાદરવી પૂનમના મહામેળામાં જિલ્લા પુરવઠા અધિકારીશ્રી અને એમની ટીમ શ્રદ્ધાળુઓને ગુણવત્તાસભર પ્રસાદ મળી રહે એ માટે એજન્સી પર સતત દેખરેખ રાખતી હતી.
આમ, મેળા દરમિયાન ભક્તોને સારી ક્વોલિટીનો પ્રસાદ મળી રહે એ સુનિશ્ચિત કરવામાં આવ્યું હતું.
ઘીના જે સેમ્પલ ફેલ થયા છે એ બાબતે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા એજન્સી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે એમ અંબાજી મંદિર ટ્રસ્ટ ઓથોરિટીએ જણાવ્યું છે.