Vadodara News : ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલો હાર્ટ એટેકથી મોતનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. પહેલા સુરતમાં હાર્ટ એટેકથી મોતનું તાંડવ હતુ, હવે વડોદરાનો વારો પડ્યો છે. વડોદરામાં હાર્ટ એટેકથી મોતમાં આફત અને સંકટ જેવી સ્થિતિ બની છે. આ શહેરમાં મોતના આંકડા દિવસેને દિવસે વધી રહ્યાં છે. છેલ્લા ત્રણ દિવસમાં હાર્ટ એટેકથી 11 લોકોના ધબકારા બંધ થયા છે. આ તમામના મોતની પેટર્ન એક જેવી છે.
વડોદરામાં વધુ બે લોકોના હાર્ટ એટેકથી મોત
ગુજરાતમાં કાળઝાળ ગરમીનું પ્રભુત્વ યથાવત છે. સોમવારે 11 શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર રહ્યું. આજે પણ તાપમાનના પારો ઉંચકાવાની આગાહી છે. અમદાવાદ, ગાંધીનગર, હિંમતનગરમાં પારો 45ને પાર જઈ શકે છે. ત્યારે વડોદરામાં અસહ્ય ગરમીના લીધે વધુ બે વ્યક્તિના મોત થયા છે. હાર્ટ એટેકના કારણે બે વ્યક્તિના મોત થયા છે. 35 વર્ષના કલ્પેશ સોની અને 63 વર્ષના મુકેશચંદ્ર અધ્યારું છાતીમાં દુખાવા બાદ મોતને ભેટ્યા હતા. ત્યારે સયાજી હોસ્પિટલના સુપ્રિટેન્ડેટ ડો રંજન ઐયરે જાગૃતિ માટેનો સંદેશો આપ્યો છે. તેમણે લોકોને ગરમીમાં સવારે 10.30 થી સાંજે 6 વાગ્યા સુધી ઘરની બહાર ન નીકળવા અપીલ કરી છે. સાથે જ કહ્યું કે, લોકોએ વધુમાં વધુ છાશ અને પાણી પીવું જોઈએ