- અંદાજે 3 થી 4 લાખ હેક્ટરના પાકને નુકશાન : કૃષિમંત્રી
- સર્વેની કામગીરી ટૂંક સમયમાં શરુ કરવામા : કૃષિમંત્રી
- 33 ટકાથી વધુ નુકશાન થયું હોય તેવા ખેડૂતોને સહાય મળવાપાત્ર : કૃષિમંત્રી
રાજ્યમાં બે દિવસ થયેલા કમોસમી વરસાદથી સૌથી વધુ નુકશાન ખેડૂતને થયું છે. જે અંગે કૃષિમંત્રી રાઘવજી પટેલે મહત્વની માહિતી પ્રેસ કોન્ફરન્સથી આપી છે. તેમણે જણાવ્યું છે કે, બે દિવસમાં રાજ્યના 236 તાલુકાઓમાં કમોસમી વરસાદ વરસી ચૂક્યો છે. જેના લીધે અંદાજે 3 થી 4 લાખ હેક્ટરના પાકને નુકશાન થયેલ છે. મોટા ભાગે વરસાદને કારણે કપાસ, અરેંડા, તુવેરને નુકશાન થવા પામ્યું છે. રાજ્યમાં અવકાશી આફતથી કુલ કેટલું નુકશાન થયું તે સર્વેની કામગીરી ટૂંક સમયમાં શરુ કરવામા આવનાર હોવાની વાત તેઓએ કરી હતી..
કૃષિમંત્રી Raghavji Patel એ કમોસમી માવઠા અંગે માહિતી આપતા જણાવ્યું કે, તુવેરના પાકનું વાવેતર 2 લાખ હેક્ટરમાં છે. જેને મોટા ભાગે નુકશાન થયાની માહિતી મળી છે. રાજ્યમાં ખરીફ પાકને નુકશાની થયાની ભીતિ છે. જોકે અગાઉ જાહેર કરાયેલ સૂચનાના કારણે મોટા ભાગે ખેડૂતોએ પાકને સુરક્ષિત કર્યો હતો. જેમાં સાવચેતીના પગલાના કારણે ખેડૂતોને ઓછા પ્રમાણમાં નુકસાન થયું છે..
જ્યારે ઉભા પાક અંગે કૃષિ મંત્રીએ જણાવ્યું કે, 25 લાખ હેક્ટર અરેંડા, કપાસ, તુવેર જેવા પાકો લહેરાતા હતા. રવિપાકનો પ્રારંભિક તબક્કો હોવાથી ઓછા નુક્શાનની શક્યતા છે. તેમજ કપાસ અને દીવેલામાં પણ મોટું નુકશાન થયું નથી. તેમજ બાગાયતી પાકોમાં પણ નહીવત નુકશાન થયું છે. આ માટે 33 ટકાથી વધુ નુકશાન થયું હોય તેવા ખેડૂતોને સહાય મળવાપાત્ર થશે. SDRF નિયમ પ્રમાણે હેક્ટર દીઠ રૂ. 6800ની સહાય અપાશે તેમ તેમણે અંતમાં જણાવ્યું હતું..