અમદાવાદ-પાલનપુર હાઇવે પર કાણોદર નજીક ઓવરસ્પીડમાં આવતી સ્કોર્પિયો કારે અન્ય બે વ્હીકલ ને ટક્કર મારતા સર્જાયો ભયાનક અકસ્માત. ગુજરાતમાં ઓવરસ્પીડ, હિટ એન્ડ રન અકસ્માતોની ઘટનાઓમાં વધારો થયો છે. ત્યારે પાલનપુર અમદાવાદ હાઈવે પર કાણોદર પાસે અકસ્માતની ઘટના બની જેમાં વાહનની ટક્કર એટલી જોરદાર હતી કે, મુસાફરો વાહનમાં જ ફસાઈ ગયાં હતાં.
સમગ્ર ઘટનામાં 8 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. જ્યારે અકસ્માત કરનાર સ્કોર્પિયો ચાલક કાર ત્યાં જ મૂકી ફરાર થયો હતો.
ઘટના નજરે જોનારા મુજબ પુરપાટ આવી રહેલી સ્કોર્પિયો કારના ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતાં અન્ય બે વાહનોને અડફેટે લીધા હતાં. આ ટક્કરથી એક વાહન પલટી ખાઈ ગયું હતું અને બીજાનો ભુક્કો બોલાઇ ગયો હતો. ત્યારબાદ સ્કોર્પિયો કારના ચાલક ગાડી ત્યાંજ મૂકી ફરાર થયો જોકે ઉપસ્થિત લોકોએ વાહનો માં રહેલા ઇજાગ્રસ્તો ને બહાર નિકાળી સારવાર અર્થે 108ની મદદથી પાલનપુર સિવિલ હોસ્પિટલ ખસેડયા.
પોલીસે અકસ્માત ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી અકસ્માતને કારણે ગુજરાત ના વ્યસ્ત એવાં અમદાવાદ-પાલનપુર હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતાં. ઘટના જોઈ આસપાસના લોકો પણ ભેગા થઈ ગયા હતાં અને ઇજાગ્રસ્તોને બહાર નિકાળવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આ ઘટનાના ઈજાગ્રસ્તોને 108માં સારવાર અર્થે પાલનપુર સિવિલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જોકે અકસ્માત સર્જનાર સ્કોર્પિયોનો ચાલક ફરાર થઈ ગયો હતો. સ્થાનિક પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.