Accident : ગુજરાત રાજ્યમાં માર્ગ અકસ્માત દિન પ્રતિદિન વધી રહ્યા છે. આ અકસ્માતોની શૃંખલામાં બે વધુ અકસ્માતોની હારમાળા સર્જાય છે.
જેમાં કાજરડા Kajarda ગામે મેળામાં માંથી પરત ફરતા સુરજબારી પુલ Surajbari ઉપર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં મંગેતર મુસ્કાન સિકંદર મુલ્લા અને સાળી જશીબેન સિકંદર મુલ્લાનું ડમ્પરની ટક્કરથી મોત થયું છે.
અકસ્માતમાં બાઈક ચાલક અકબર ગફુર માણેકની નજર સામે જ મંગેતર અને સાળીનું કમકમાટી ભર્યું મોત થયાની ઘટના બની છે.
આ બનાવમાં કચ્છના સૂરજબારી Kutch Surajbari પાસે પણ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઈકે અજાણ્યા વાહનને અર્થે લેતા બે લોકોના ઘટના સ્થળે જ મોત થવા સાથે એકને ઈજા પહોંચી હતી.
બીજો અકસ્માત પાદરા-જંબુસર હાઇવે Padra jambusar highway પર ઇકો કાર અને મોટરસાયકલ વચ્ચે સર્જાતા બે લોકોના મોત થવા પામ્યા છે.
આ અકસ્માતમાં મોટરસાયકલ સવાર સહિત બે લોકોના મોત નિપજ્યાનું જાણવા મળ્યું છે. જેમાં બંને મૃતક આપોપોર ગામના રહેવાસી હોવાનું ખુલ્યું છે..
જયારે એક તારણ મુજબ, હાલ માં વધી રહેલા અકસ્માતો પાછળ સૌથી વધુ કારણભૂત છે ચાલુ વાહને મોબાઇલ Mobile ઉપર વાત કરવી તેમજ ઓવર સ્પીડિંગના Overspeed કારણે અકસ્માત થઈ રહ્યા છે અને લોકોના મૃત્યુ થઈ રહ્યા છે.
દેશમાં અકસ્માતના કારણે થતા મોત ખૂબ જ ચિંતાજનક છે. સૌથી વધુ લોકો અકસ્માતમાં મોતને ભેટી રહ્યા હોવાનું સામે આવ્યું છે.
અમદાવાદ Ahmedabad શહેરમાં વર્ષ 2022માં 1793 લોકો અકસ્માતનો ભોગ બન્યા હતા. તેમાંથી 488 લોકો મોતને ભેટ્યા હતા. જ્યારે 720 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા અને અને 585 સામાન્ય ઈજાગ્રસ્ત થયા હતા.
વર્ષ 2023માં નવેમ્બર સુધીમાં 1693 લોકો Accident નો ભોગ બન્યા હતા. જેમાંથી 480 લોકો મોતના મુખમાંથી ધકેલાયા હતા. જ્યારે 642 લોકો ગંભીર રીતે તો 574 લોકો સામાન્ય ઇજાગ્રસ્ત બન્યા.