હાઈવે પર અકસ્માતની ઘટના વધુ બની રહી છે ત્યારે આજે રાજકોટ-અમદાવાદ હાઈવે પર વધુ એક અકસ્માતની ઘટના બની છે જેમાં માલિયાસણ નજીક ટ્રક અને બે કાર વચ્ચે ભયાનક અકસ્માતની ઘટના બની છે જેમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. અકસ્માત એટલો ગંભીર હતો કે બંને કારનો કચ્ચણઘાણ નીકળી ગયો હતો અને પતરા તોડીને મૃતદેહને બહાર કાઢ્યા હતા. હાલ ઘટનાની જાણ થતા જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોચવા રવાના થઈ છે. અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામ થયો છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે અકસ્માત સાંતલપુર તાલુકાના ફાંગલી ગામ પાસે થયો હતો અને તમામ ભોગ બનેલા લોકો ફાંગલીના રહેવાસી હતા. પોલીસે જણાવ્યું હતું કે પીડિતોમાં બે સગીર બાળકો, એક પુત્ર અને પુત્રીનો સમાવેશ થાય છે, જેની ઉંમર 12 થી 15 વર્ષની વચ્ચે છે. પરિવાર કચ્છ જિલ્લામાં લગ્ન સમારોહમાં હાજરી આપવા જઈ રહ્યો હતો ત્યારે ફાંગલીથી ચારણકા રોડ પર સ્વિફ્ટ કાર પસાર થઈ રહી હતી તે દરમિયાન અચાનક જ જંગલી પશુ વચ્ચે આવી જતાં કારચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર પાણીના ખાડામાં પડતા ડૂબી જવાથી કારમાં સવાર 7 લોકોમાંથી એક જ પરિવારના ચાર લોકોના મોત થયા હતા
કાર રોડ પરથી નીકળીને પાણીથી ભરેલા ખાડામાં પડી હતી, જેના કારણે આ અકસ્માત થયો હતો. બાદમાં મૃતકોના મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા અને પોસ્ટમોર્ટમ માટે સાંતલપુરના સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા હતા.