દાંતીવાડા કૃષિનગર ખાતે વન વિભાગ અને સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે વન્યજીવ ફોટો પ્રદર્શન અને રીંછ દિવસની ઉજવણી ધારાસભ્ય માવજીભાઇ દેસાઇના અધ્યક્ષસ્થાને કરવામાં આવી હતી. જેમાં ગાંધીનગર ,કૃષિ યુનિવર્સિટી સહિતના અધિકારીઓ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. રીંછની સૌથી વધુ વસ્તી ભારત ઉપખંડમાં આવેલી છે
ગુજરાત રાજ્યમાં બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ રીંછની સંખ્યા છેલ્લી રીંછ ગણતરી- ૨૦૨૨માં નોંધાયેલી છે. જિલ્લામાં વર્ષ- ૨૦૧૬ માં ૧૨૧ રીંછ હતા જેમાં વધારો થઇને ૨૦૨૨ માં ૧૪૬ રીંછ બનાસકાંઠા જિલ્લાના જેસોર અને બાલારામ-અંબાજી વન્યજીવ અભયારણ્યમાં સંરક્ષિત થયેલા છે.