- જહાજમાં ચાલક દળના 12 થી 13 લોકોને બચાવી લેવાયા
ઓમાન પાસે અલી મદદ નામના જે માલવાહક જહાજમાં અચાનક આગ લાગી છે. ત્યારે જહાજ દ્વારકાના સિદ્દીક સંઘરનું હતું. ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જેમાં જહાજમાં આગમાં જોવા મળે છે. આ દરમિયાન એક બીજુ જહાજ પણ તેની પાસે ઉભેલુ પણ જોવા મળે છે.
એક રિપોર્ટ અનુસાર, દૂર્ઘટના સમયે જહાજમાં ચાલક દળના 12 થી 13 લોકો સવાર હોવાનું અનુમાન છે. ત્યારે આ તમામને બચાવી લેવામાં આવ્યા છે.
ચાલક દળના તમામ સભ્ય અન્ય એક જહાજની મદદ માંગવામાં સફળ રહ્યાં હતા, જેના પહોંચતા જ તમામ એક એક કરીને બીજા જહાજમાં આવી જતા બચી ગયા છે. પરંતુ આગ લાગતા જહાજમાં ઘણુ નુકસાન થયું છે. જોકે, હજુ સુધી આગ લાગવાનું કારણ જાણવા મળ્યુ નથી.
આ પહેલા પણ દેવભૂમિ દ્વારકાના જામ સલાયાના ‘અલ ખીજર’ નામના માલવાહક જહાજમાં ઓમાનના દરિયામાં આગ લાગી હતી.. અને તે પછી જળસમાધિ લીધી હતી. 1200 ટન કેપિસિટીનું ‘અલ ખીજર’ નામનું જહાજ ઓમાન જઇ રહ્યું હતું ત્યારે તે સમયે મસ્કત નજીક દરિયામાં અચાનક આગ લાગતા જહાજમાં સવાર 22 ખલાસીઓને અન્ય જહાજના ખલાસીઓ દ્વારા બચાવી લેવામાં આવ્યા હતા.