દિયોદર ખાતે ગજાનન ગૌશાળા ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ કથાનો પ્રારંભ થવા માટે જઈ રહ્યો છે.પરમ શ્રદ્ધેય પથમેડા મહારાજની મંગલ કૃપાથી ઉત્તર ગુજરાતની ધરતી પર પૂજ્ય ગૌ માતા અને ગોપાલકૃષ્ણ પ્રભુના ભક્તોના દિવ્ય ચરિત્રની ગાથા ગજાનન ગૌ સેવા આશ્રમ આયોજિત કરવામાં આવી છે. જેમા 9 જાન્યુઆરી થી 15 જાન્યુઆરી સુધી ગૌ ગોવિંદ ભક્તમાલ કથાથી ભક્તોના ચરિત્રનું રસગાન કરાશે.જેમા કથાનુ રસપાન બ્રહ્મચારી મુકુંદ પ્રકાશજી મહારાજ ( ગોધામ મહાતીર્થ પથમેડા) કરાવશે.
કથાનો સમય 12:30 થી 3:30 મિનિટ સુધી રહશે.9 જાન્યુઆરીના રોજ સવારે 9 કલાકેથી ભવ્ય શોભાયાત્રા મહાદેવ મંદિરથી પ્રસ્થાન કરશે જેમાં મુખ્ય બજાર,જુની માર્કેટયાર્ડ,રેલવે સ્ટેશન રોડ થઈને ગજાનન ગૌ શાળા પહોંચશે.જેમાં દૈનિક ઉત્સવ 5 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી સુધી પ્રતિદિન સવારે વૈદિક ગૌ પૂજનના આચાર્ય રઘુભાઈ કે જોષી તથા હરેશભાઇ આર જોષી દ્રારા થશે.5 જાન્યુઆરી થી 15 જાન્યુઆરી સુધી સવારે 9 થી 12 અને સાંજે 4 થી 6 સુધી કામધેનુ ગાયત્રી યજ્ઞનું આયોજન આચાર્ય હેમન્તભાઈ અથર્વવેદી અંબાજી દ્રારા થશે.તેમજ પ્રતિદિન સાંજે વારાણસીના વૈદિક વિપ્રો દ્રારા કામધેનુ મહા આરતીનું આયોજન થશે.
11 જાન્યુઆરીના રોજ આચાર્ય સીતાશરણજી મહારાજ અયોધ્યા તથા હારીજ સુંદરકાંડ મંડળ દ્રારા સુંદરકાંડ પારાયણનુ આયોજન થશે. 9 જાન્યુઆરીના રાત્રે 8 કલાકે જલારામ ગૌ સંકીતન થશે. 12 જાન્યુઆરીના રોજ સાંજે 4:00 કલાકે શ્રી આનંદનો ગરબાનુ આયોજન થશે.જેમાં 8 જાન્યુઆરી રોજ પરમ પૂજ્ય મલુકપીઠાધીશ્વર તથા અગ્રપીઠાધીશ્વર શ્રીમત્ સ્વામી રાજેન્દ્રદાસ દેવાચાર્યજી મહારાજનું મંગલ સાનિધ્યમા આગમન થશે.સમગ્ર મહોત્સવને અનેરો બનાવવા આજુ બાજુના વિસ્તાર માંથી ગૌ ભક્તો,હરિભક્તો વેપારીઓ આ પ્રસંગને દિપાવવા માટે પરમ પૂજ્ય બ્રહ્મચારી મુકુંદ પ્રકાશજી મહારાજ તેમજ ગજાનન ગૌ સેવા આશ્રમ દિયોદર,શ્રી નકળંગ કુષ્ણ ગૌતીર્થ મોજરુ દ્રારા આહવાન કરવામાં આવ્યું છે