- મુખ્યમંત્રીના હસ્તે PMJAY, પી.એમ. સ્વનિધિ યોજનાના લાભાર્થીઓને કાર્ડ વિતરણ
- એલજી હોસ્પિટલમાં લોકોની સુખાકારી માટે એનજીઓગ્રાફી મશીન નું લોકાર્પણ કરાયું
- વિવિધ યોજનાના લાભાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું
વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત અમદાવાદના મણીનગર ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.. કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાથે મંત્રીઓ એ ઉપસ્થિત રહીને સરકારના વિવિધ વિભાગોમાં વિકાસકીય યોજનાઓથી લોકોને અવગત કર્યા હતા..
આ પ્રસંગે એલ.જી. હોસ્પિટલ ખાતે અંદાજિત રૂપિયા 7 કરોડના ખર્ચે નવા 128 સ્લાઈસ સીટી સ્કેન કોરોનરી એન્જિયોગ્રાફી મશીન નું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું.. આ મશીન ની મદદથી દરરોજ ૧૦૦ થી વધુ દર્દીઓ સીટી સ્કેન મશીન નો લાભ લઈ શકશે..
યોજાયેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રા પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે Bhupendra Patel જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી એ આરંભેલ વિકાસ યાત્રાના ફળ રાજ્યના છેવાડાના માનવી સુધી પહોંચાડવામાં સફળતા પ્રાપ્ત કરી છે.
અને વિવિધ યોજનાઓ ના લાભ મેળવવામાં જે લોકો બાકી છે તેઓને વિકસિત ભારત સંકલ્પ યાત્રા થકી ઘર ઘર સુધી લાભ પહોંચાડવાનો સંકલ્પ સરકારે કર્યો છે. તેમજ લાભાર્થીઓના જીવનમાં સુખાકારી લાવવા માટે સરકારે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે.
હોવાની વાત મુખ્યમંત્રીએ કરી હતી. યોજાયેલ આ કાર્યક્રમમાં પીએમજેએવાય યોજના ના લાભાર્થીઓને કાળ વિતરણ કરવામાં આવ્યા હતા. પીએમ સ્વનિધિ યોજનાના લાભાર્થીઓને પણ કાર્ડ વિતરણ કરવામાં આવ્યા હતા.. આ ઉપરાંત જન ઔષધી યોજના ના લાભાર્થીઓ તેમજ થયેલો ઇન્ડિયા અને નીક્ષય યોજના ના લાભાર્થીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.. યોજાયેલ આ કાર્યક્રમમાં મંત્રી ઋષિકેશભાઇ પટેલ, જગદીશભાઈ વિશ્વકર્મા તેમજ સ્થાનિક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.