બનાસકાંઠા ડીવીઝનની ટપાલ સેવા, ટપાલ વિતરણ, કાઉન્ટર સેવા, બચત બેંકના પ્રશ્નોના નિકાલ કરવા તારીખ ૧૮ ડિસેમ્બર ૨૦૨૩ ના રોજ સવારે ૧૧.૦૦ કલાકે અધિક્ષક ડાકઘર, બનાસકાંઠા, પાલનપુરની કચેરીમાં ડાક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે.
આ અંગે ફરિયાદ ડેપ્યુટી મેનેજર, કસ્ટમર કેર સેન્ટર, અધિક્ષક ડાકઘરની કચેરી ,બનાસકાંઠા ડિવીઝન, પાલનપુરને તારીખ ૧૫ ડિસેમ્બર ૨૦૨૩ સુધીમાં મળી જાય તે રીતે મોકલવાની રહેશે. નિર્ધારિત સમયમર્યાદા બાદ આવેલી ફરિયાદો ધ્યાનમાં લેવામાં આવશે નહિ એવું અધિક્ષકશ્રી, ડાકઘર બનાસકાંઠા ડિવિઝને જણાવ્યું છે