સ્વિમિંગ કરનાર યુવકનું હાર્ટ એટેકથી મોત. સવારે યુવાન સ્વિમિંગ કરીને બહાર નીકળ્યો હતો. સ્વિમિંગ બાદ સ્નાન કરવા જતાં યુવાન ઢળી પડ્યો. વડોદરાના કારેલીબાગ સ્વિમિંગપુલમાં ગોઝારી ઘટના બની છે. જેમાં સ્વિમિંગ કરનાર વ્યક્તિનું હાર્ટ એટેકથી મોત થયુ છે. આજે સવારે વ્યક્તિ સ્વિમિંગ કરીને બહાર નીકળ્યા હતા. તેમાં સ્વિમિંગ બાદ સ્નાન કરવા જતાં તેઓ ઢળી પડ્યા હતા.
અન્ય સ્વીમરોએ સીપીઆર આપી તેમને હોસ્પિટલમાં ખસેડયા
અન્ય સ્વીમરોએ સીપીઆર આપી વ્યક્તિને હોસ્પિટલમાં ખસેડયા હતા. જેમાં સારવાર દરમ્યાન તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.