Gujarat Latest Update News 2024
Gujarat: ગુજરાત માં એક નવો વાઇરસ ફૂંફાડા મારી રહ્યો છે. ચોમાસાની મોસમમાં એક તરફ કોલેરા અને ઝાડા-ઉલટીના કેસ વધી રહ્યા છે ત્યારે બીજી તરફ રાજ્ય માથે ચાંદીપુરા વાઇરસ(chandipura virus)નો ખતરો પણ તોળાઈ રહ્યો છે. જેના કારણે લોકો હરકત માં મૂકાયા છે. Gujarat રાજયનાસાબરકાંઠા જિલ્લામાં ચાંદીપુરા વાઇરસના લીધે 4 બાળકોના મોત નિપજતાં હાહાકાર મચતાં આરોગ્યતંત્ર દોડતું થઇ ગયું છે.
જીલ્લા ના ખેડબ્રહ્મા તાલુકાનાદિગથલી ગામના 5 વર્ષીય બાળકમાં શંકાસ્પદ ચાંદીપુરા વાઇરસના લક્ષણો જોવા મળતાં તેને હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, Gujarat જ્યાં સારવાર દરમિયાન તેનું નિપજ્યું હતું. આ પંથકમાં ચાંદીપુરા વાઇરસના અત્યાર સુધી 6 કેસ મળી આવ્યા છે જેમાંથીઅત્યાર સુધી 4 દર્દીઓના મોત નિપજ્યા હોવાનું આરોગ્ય વિભાગનું અનુમાન છે. Gujarat જેમાં સાબરકાંઠા જીલ્લા ના બે દર્દીઓ તેમજ એક અરવલ્લી જિલ્લાનો, જ્યારે અન્ય એક રાજસ્થાન તરફ નો બાળક હોવાનું મનાય છે.
જ્યારે બે દર્દીઓ સારવાર હેઠળ છે.દરમ્યાન જીલ્લા માં સામે આવેલા કેસોને લીધે આરોગ્યની ટીમે સર્વે કામગીરી હાથ ધરી દીધી છે.
સાબરકાંઠા પંથકમાં વાઇરસ મળી આવવાને પગલે આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાબરકાંઠા દોડી આવ્યા હતા. Gujarat સાવચેતીના ભાગરૂપે ગાંધીનગર ખાતે અધિકારીઓને બેઠક યોજવામાં આવી હતી. હાલ તંત્ર એલર્ટ મોડ પર છે, વાઇરસનો વધુ ફેલાવો ન થાય તે માટે દવાઓનો છંટકાવ શરૂ કરી દીધો છે અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા ડોર ટુ ડોર ચકાસણી કરવામાં આવી રહી છે