નાગરિકોને સિંગલ યુઝ પ્લાસ્ટિકની થેલીના સ્થાને કપડાની બેગ વાપરવા પ્રોત્સાહિત કરી નાગરિકોની સ્વચ્છતાલક્ષી આદતોમાં સુધાર લાવવાના હેતુસર સેક્ટર- ૨૧ શાકમાર્કેટ ખાતે એસ્ટ્રલ ફાઉન્ડેશનના સહયોગથી ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્રારા સૌપ્રથમવાર ક્લોથ બેગ વેન્ડિંગ મશીન મુકી કોલ બેગ વેન્ડિંગ વિતરણ શરૂ કરવામાં આવ્યું છે
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સાથે મળીને સૌપ્રથમ વાર કાપડની થેલી મેળવવાનું મશીન સેકટર ૨૧ શાક માર્કેટ ખાતે આ મશીનમાંથી ૫ રૂપિયાનો સિકકો કે ૨, ૨ અને ૧ રૂપિયાના સિક્કા નાંખવાથી કપડાની એક થેલી મેળવી શકાશે.
આ મશીન મૂકવા માટે સેકટર- ૨૧ શાક માર્કેટમાં જગ્યા આપવામાં આવી છે. આ મશીનમાં વડાપ્રધાનના ડિજિટલ પેમેન્ટ ટ્રાન્સફરનો વધુમાં વધુ ઉપયોગ કરવાના સૂચનને ધ્યાને લઇને ડિજિટલ પેમેન્ટ થકી ક્યુઆર કોડ સ્કેન કરીને બેગ મેળવવાની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે.